________________
૬૪ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
કોશા ! મને અંતરથી કોઈ પરમ તત્ત્વજ્ઞાન પ્રત્યે જવાનો પ્રબળ ભાવ ઊઠે છે, પરંતુ તારું આકર્ષણ પાછો વાળે છે. વળી ક્યારેક લાગે છે કે આ આકર્ષણ જ મારા તત્ત્વજ્ઞાનનું નિમિત્ત બનશે ! તું જ મારા એ તત્ત્વજ્ઞાનનો ભાગ જ છે ! તારાથી જુદું હું મારું કોઈ અસ્તિત્વ જ વિચારી શકતો નથી. વળી લાગે છે દૈહિક સ્તરે તો આ અસ્તિત્વનું ઐક્ય શક્ય ન બને તો કોઈ ઉચ્ચ ભૂમિકાએ એ ઐક્ય શક્ય બનશે ? માનવીય પ્રેમમાં એ ઐક્ય શક્ય નહિ હોય !
ગુરુદેવ કહેતા : ધર્મ એ પ્રેમતત્ત્વથી પૂર્ણ છે પણ પ્રેમ ધર્મ નથી. ભદ્રના અંતઃસ્તલમાં આવા મંથનનું સિંચન થતું હતું. છતાં કોશાના પ્રેમ સાથે તે એકમેક હતો.
શ્રીયકના લગ્ન લેવાયાં પણ
શકટાલમંત્રીના પ્રાસાદમાં નાના પુત્ર શ્રીયકનાં લગ્ન માટે ખૂબ ધામધૂમથી અને ઝડપથી તૈયારી થઈ રહી હતી. મહામંત્રી સંતાનો સાથે લગ્નોત્સવની ચર્ચા કરતા. આમંત્રણોની યાદી તૈયાર થઈ રહી હતી. શકટાલમંત્રીને આ લગ્નોત્સવમાં મહારાજાનંદની પધરામણી કરવાનો અદમ્ય ઉત્સાહ હતો.
મહારાજાનંદ લગ્નમાં પધારે ત્યારે તેમની બેઠક માટે એક રત્નજડિત વિશિષ્ટ સિંહાસન બનાવવાનું તથા અદ્ભુત શસ્ત્ર આપવાનું નક્કી કર્યું હતું. વળી તેમણે વિચાર્યું મહારાજા નંદનું એકછત્રી સામ્રાજ્ય સ્થપાયા પછી કાવ્ય, સાહિત્ય વગેરે ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે. મહારાજા ઘણો સમય એમાં જ વ્યતીત કરે છે, વળી પ્રજા પણ હમણાં તે ક્ષેત્રે દોરવાઈ છે. તેથી શસ્ત્રકળા વિસરાઈ જવાની દહેશત છે. તેમ થાય તો શત્રુરાજાઓ એ તકનો ગેરલાભ ઉઠાવે તેવી સંભાવના છે.
આમ વિચારી તેમણે વિશ્વાસુ મિત્રો સાથે ચર્ચા-વિચારણા કરી અદ્ભુત શસ્ત્રોનું ઉત્પાદન કરી, તે લગ્નમાં આવેલા રાજાઓને ભેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org