________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૭૧
વરે.
વરરુચિ ઉપકોશાને મેળવવા અધીર થઈ ગયો હતો. વળી તેના મનમાં સ્પર્ધાના ભાવ હતા કે તે ભાવિમાં મહામંત્રીપદ પ્રાપ્ત કરશે.
તે ઉપકોશાની નજીક સર્યો અને ધીમેથી બોલ્યો. “ભવિષ્યમાં મગધનું મહામંત્રીપદ મને મળવાની શક્યતા છે. ગુરુવર્યની અને તારી મહાત્વાકાંક્ષા હું જરૂર પૂરી કરીશ. તારા જેવી સ્વરૂપવાન સરસ્વતી જેવી નારી મહામંત્રી જેવા પદવીધરને જ વરે તે હું જાણું છું.”
ઉપકોશા થોડી દૂર સરી. તેણે કહ્યું, “હે વિદ્યામૂર્તિ ! તમારી આ મહત્ત્વાકાંક્ષા વાઘની બોડમાં મોં નાંખવા જેવી છે. એકેશ્વર્ય મંત્રીને દૂર કરવાની મગધેશ્વરની પણ તાકાત નથી. જો મહામંત્રી રાજ્યથી વિમુખ થાય તો મગધ માથે આફત સિવાય કંઈ બચશે નહિ.
મહામંત્રીની શક્તિ અને વિલક્ષણતાને તમે જાણતા નથી, તેમની પાસે વા પણ વાતો લઈ જાય છે. અરે આ નદી- પીર તરંગો તેમની પાસે ગુપ્ત રહસ્ય પ્રગટ કરે તેવી મહામંત્રીની પ્રતિભા છે માટે આવી વિનાશકારી દૂરેચ્છા ત્યજી દો.” - વરરુચિ પુનઃ ઉપકોશાની નજીક ગયા. “તું જાણતી નથી મારી અને મગધેશ્વરની મૈત્રી ગાઢ છે. શ્રીયક ભલી-ભોળો છે. સ્થૂલિભદ્ર તો કોશાને વશ પડ્યો છે. મહામંત્રી વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છે. મારે માટે મહામંત્રીપદ મેળવવું આસાન છે.”
ઉપકોશા વરરુચિ કરતાં મગધના સામ્રાજ્યમાં શકટાલનું પ્રભુત્વ વિશેષ જાણતી હતી. નજીક સરેલા વરરુચિથી દૂર થઈ વાત ટૂંકાવી તે વિદાય થઈ. ( સુકેતુ રથાધ્યક્ષ અને વરરચિની મિત્રતા
વરરુચિ ગંગાતટે સ્નાનાદિ પતાવી પોતાને આવાસે પહોંચ્યો, ત્યાં પાછળ જ સુકેતુ રથાધ્યક્ષ તેમની પાસે હાજર થયો. તેણે કહ્યું, “મગધપતિએ તમને યાદ કર્યા છે, આજે રાજસભામાં તમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org