________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૬૧ છેવટે એક સ્વર્ગનો જાણે દેવ ઊતર્યો હોય તેમ યુવાન રંગમંચ પર આવ્યો. પુરુષાતન છતાં મધુર હાવભાવ સાથેનો તેનો પૂર્ણાહુતિ સૂચવતો અભિનય અદ્દભુત હતો. પૂર્ણાહુતિનો પ્રસંગ દર્શાવી તે દૈવી યુવાન અદશ્ય થયો. પડદો પડ્યો. મધુર સ્વરોના ગુંજનથી વાતાવરણમાં વિક્ષેપ ન પડ્યો.
પુનઃ પડદો ઊંચકાયો, અભિસારિકાના વેશનું પરિવર્તન કરી રૂપસુંદરી રૂપકોશા પદગૌરવથી નિવૃત્ત થઈને પ્રથમવાર જ રંગમંચ પર આવી. મગધેશ્વરને નમીને ઊભી રહી. સૌના આશ્ચર્યમુગ્ધ નયનો તેના તરફ મંડાઈ ગયાં.
કવિ વરરુચિ ઊભા થયા હર્ષભેર બોલ્યા હે મગધપતિ ! ભારતવર્ષમાં અદ્વિતીય એવી આ રંગશાળા, તેનું નિર્માણ કરનાર અને નૃત્યકલાને પ્રગટ કરનારની એવી જ કદર થવી જોઈએ. આજે કલારસિકતાનો સૂર્ય જ પ્રગટ થયો છે. તેમાં જૂનું નવું કશું વિચારવું અસ્થાને છે.” - વરરુચિના છેલ્લા ઉદ્દગારો પોતાના રાજસભામાં મહામંત્રી દ્વારા માનભંગ થયાના અનુસંધાનમાં હતા. જોકે મહામંત્રી રાજ્યના સીમાડાઓની પરિસ્થિતિ સંભાળવા ગયા હતા તેથી તેઓ ઉત્સવ જોવા કે આ સાંભળવા હાજર ન હતા અને કુટુંબીજનો પણ હાર ન હતાં.
મગધેશ્વરે કહ્યું: “હે વિદૂતવર આપે કહ્યું તેમ જ થશે.”
રંગશાળાની રચના અને આજનો સમારોહ ભારતવર્ષમાં પ્રથમ વાર જ ઊજવાયો હતો તેનું મગધેશ્વરને ગૌરવ તો હતું જ.
આથી મહારાજા રંગશાળાની અદ્ભુત રચનાથી અને સમારોહથી અત્યંત પ્રસન્ન હતા. તેમણે કહ્યું.
કોશા, વિનાસંકોચે મનવાંછિત પુરસ્કાર માંગી લે !” “મહારાજ આપની કૃપા સિવાય કંઈ મનોવાંછના નથી.” “કોશા, 2 કપાથી ન ચાલે. આ રંગશાળા માટે પુષ્કળ ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org