________________
૫૮ • સંયમવીર યૂલિભદ્ર ગહનતા છે.
રંગશાળાનું કાર્ય પૂર્ણ થવા આવ્યું હતું. ઉત્સવનો દિવસ નક્કી થયો હતો. ગહન વિચારણા કરવા છતાં અનેક પ્રકારની પ્રેમચેષ્ટ કરતાં કરતાં બંને પ્રસન્ન હતાં. - ભદ્ર વિચારતો હતો કે કોશા મારા ચિત્તને પ્રસન્ન રાખવા રંગશાળાનું નવનિર્માણ કરી, પોતાને પ્રાપ્ત સર્વ ધનરાશિ ખર્ચા રહી છે. પોતે તેમાં કશું યોગદાન આપી શક્યો નથી.
વળી જેના સૌંદર્યને કારણે ભારતવર્ષના રાજા-મહારાજાઓ ચરણે ઝૂકવા, સંપર્ક કરવા આશા સેવે છે. મગધેશ્વરનો જેના પર પ્રેમ છે, શ્રેષ્ઠ પદગૌરવનો પણ જેણે ત્યાગ કર્યો છે એ નારીમાં હીણપણું જોવું ! ઉચ્ચકુળની નારીમાં પણ આવું સ્વાર્પણ હોવું દુર્લભ અસંભવ છે. ખરેખર કોશાના નારીત્વમાં સતીત્વ છુપાયેલું છે. આમ ભદ્રના અંતરમાં છૂપો રહેલો ડંખ દૂર થયો હતો.
ભદ્ર કેવળ સૌંદર્યપિપાસુ ન હતો, કલાપ્રિય હતો તેમાં કોશાના અદ્વિતીય સ્વાર્પણથી તે પોતે નિશ્ચિત થયો હતો. આથી કોશા ખૂબ પ્રસન્ન હતી.
ઉત્સવના દિવસોમાં કોશા અભુત નૃત્યકલા રજૂ કરવાનો અતિ શ્રમ લઈ રહી હતી. તેને ક્યારેક કંઈ અજંપ પેદા થતો. ભદ્રની દૃષ્ટિથી આ વાત છાની કેમ રહે? તેણે કોશાને પૂછ્યું “તને આ ઉત્સવમાં, રંગશાળાના નિર્માણમાં કંઈ અપૂર્ણતા લાગે છે? તારું મન આકુળ કેમ થાય છે ?”
“ભદ્ર મને એક વાતની ક્ષતિ જણાય છે.”
ભદ્રે તરત જ કોશાનો કોમળ હાથ પકડી પૂછ્યું “આ ઉત્તમ નિર્માણ પછી શું ક્ષતિ છે ?”
નૃત્ય માટે ગમે તેટલો શ્રમ કરું પણ તેમાં વીણાના સ્વર ભળ્યા વગર તે અધૂરું જ રહેશે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org