________________
સંયમવીર ચૂલિભદ્ર • ૫૧ એકેશ્વરી ભક્તિ મને રોકે છે.”
રે માનવી ! તારા મનની ઉચ્ચ ભાવનાઓ પણ આ સંસારની લીલા માત્ર છે. કારણ કે છેવટ સંસાર નિરંતર પરિવર્તનશીલ છે, તેમાં માનવીનું ધાર્યું પાર ઊતરવું તે દુર્લભ છે.
થોડી વાર મૌન રહી તેઓ બોલ્યા.
કોઈ વાર ભાવિની વિચિત્રતા પણ ભાસે છે. મારી આશાનો સ્તંભ સ્થૂલિભદ્ર તેની માતાની જેમ ગંભીર અને કંઈ ઉદાસીન હતો. મેં જ તેને કુશળ ગણિકા પાસે વિદ્યા શીખવા મોકલ્યો. આજે તેનું પરિણામ વિપરીત આવ્યું. તક્ષશિલાથી મહામનોરથ સેવીને ત્રણ વિદ્વાનોને હું જ લાવ્યો હવે તેના પ્રવાહને રોકવાનું મારે શિરે જ આવ્યું. મહારાજ કંઈ નારાજ થયા. આમ વિચારતાં લાગે છે કે સાધુ થયો હોત તો સારું થાત ! આ વેદનાઓ સહેવાનો વારો ન હોત પણ રાજ્ય પ્રત્યેની વફાદારી મને રોકે છે. ”
મનમાં કંઈક મંથન ચાલતું હતું, ચિત્ત પર તે શબ્દો અંકિત થયા. કુમારે મને સ્વીકારી છે.” કોશાના આ શબ્દથી ચિંતિત થયેલા કંઈ આશા સાથે એક વાર મંત્રીરાજે યક્ષાને સ્થૂલિભદ્ર પાસે મોકલી હતી. તેની યાદ આવતાં પૂછ્યું. “તું ભદ્ર પાસે ગઈ હતી ને ?"
“હા પિતાજી ગઈ હતી. કોશાના સંસ્કાર, આદરમાન તો અભુત છે. માતાપિતાના સારા નરસા કર્મોનું ફળ સંતાનોને ભોગવવું પડે છે તે નિહાળ્યું. જેવું સૌંદર્ય છે તેવું જ સ્નેહાર્દિ હૃદય છે.”
મંત્રીએ એ વાતને ગૌણ કરી પૂછ્યું : ( યક્ષા કોશાના આંગણે )
“પણ તું ભદ્રને મળી ? એણે શું કહ્યું?” યક્ષા: “તેણે પ્રથમ મળવાની જ ના પાડી.”
“શીલ સંપન્ન અને પરાક્રમી પિતાનો પુત્ર, સતી જેવી બહેનોના ભાઈ ધૂલિભદ્રનું ગાંધારમાં જ મૃત્યુ થઈ ગયું છે અહીં તો વાસનાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org