________________
૧૪ • સંયમવીર સ્થૂલિભદ્ર વરમાળ વરશે, સમગ્ર સામ્રાજ્ય અને રાજકુલના રાજવીઓ મારી કલાથી મુગ્ધ બનશે. એવા કોઈ સમયે મગધેશ્વર અતિ પ્રસન્ન થઈ વરદાન આપશે ત્યારે હું રાજનર્તકીના પદગૌરવથી નિવૃત્તિ માંગીશ. અથવા સાથી મેળવવાની છૂટ માંગીશ.
મારી માએ વૃદ્ધાવસ્થામાં નિવૃત્તિ માંગી, હું યૌવનકાળે માંગીશ. મગધેશ્વરે જેમ માતાને મુક્ત કરી તેમ વરદાન દ્વારા હું જરૂર મુક્ત થઈશ. અને સ્થૂલિભદ્ર જેવા ભવ્ય પુરુષને જીવનસાથી બનાવી મારા મનોરથ પૂરા કરીશ.
અમારા જીવનનો મેળાપ એટલે કળા, નૃત્ય, સંગીત સર્વનું ઐક્ય સધાશે. જીવનની એ સુંદરતા જ જીવનમાં સ્વર્ગ ખડું કરશે. સૃષ્ટિને પણ તે માન્ય રહેશે.
આવા આશાભર્યા મનોરથો કરીને પાછલે પહોરે તે નિદ્રાધીન થઈ.
પ્રભાતે જાગ્રત થઈ. મનમાં સેવેલી આશાભરી અભિપ્સાથી તે કંઈક હળવી હતી. હવે એક જ લગની હતી. કલાઓની સિદ્ધિ દ્વારા મગધેશ્વર પાસે વરદાન મેળવી સ્થૂલિભદ્રને મેળવવો.
માતા અને નૃત્યાચાર્યે નક્કી કર્યા મુજબ હવે તેણે શરદપૂર્ણિમાના નૃત્યોત્સવ માટે મનને તૈયાર કર્યું. પણ તેના મૂળમાં જે ઉત્સાહ હતો તે તો મહારાજા પાસેથી વરદાન મેળવી સ્થૂલિભદ્રને પ્રાપ્ત કરવાનો હતો. ( રૂપકોશાના શ્રેષ્ઠ પદગૌરવના મનોરથો )
માતાના જણાવ્યા પ્રમાણે રાજનર્તકીનું પદગૌરવ મગધેશ્વરના સ્વહસ્તે પ્રદાન થવાના ઉમંગમાં રૂપકોશાએ રાત્રિ દિવસના ભેદ વગર નૃત્યાચાર્ય પાસે અભ્યાસ શરૂ કર્યો. હજી તો યૌવનમાં માંડ પ્રવેશ થયો હતો તેમાં ભારતવર્ષમાં કોઈને ન મળેલું એવું પદગૌરવ પ્રાપ્ત કરવાનો અવસર તેને રુચ્યો ખરો, પણ પેલી કઠણ શરતો ચિત્તમાં ઊઠતી ત્યારે સ્થૂલિભદ્રને મેળવવાની અદમ્ય લાલસા આડે તે અવરોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org