________________
૩૨ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
યુવાનની મૂંઝવણનું વર્ણન કરવું પણ મુશ્કેલ છે. વળી અધ્યાત્મ સંસ્કાર ઝબકતો કે આ સંસારની પળોજણ છોડ. રૂપ અને સૌંદર્ય ચાર દિવસના ચાંદરણા જેવું છે. તેનું મનોમંથન પીડાયુક્ત હતું. રૂપકોશા નવા વેશમાં
સૌંદર્ય તો સ્થૂલિભદ્રને ક્યાં ઓછું વરેલું હતું ? વળી જેવો વિદ્વાન અને કવિ હતો તેવો નિપુણ રણયોદ્ધો હતો. છતાં રે માનવ મન ! સ્થૂલિભદ્ર કેવી મૂંઝવણ અનુભવતો હતો ? ચાર ચાર દિવસોથી ઘૂમતો આજે રાત્રે શ્રમિત સ્થૂલિભદ્ર મધ્યરાત્રિએ નિદ્રાધીન થયો, ત્યાં તો તેણે કંઈક ભાસ થવાથી આંખ ખોલી જોયું, તેના ખંડમાં એક સૈનિક ધસી આવ્યો હતો. મંત્રીપ્રાસાદથી પરિચિત હોય તેમ સ્થૂલિભદ્રના ખંડ સુધી પહોંચી, સૂતેલા સ્થૂલિભદ્રની તેણે શાલ ખેંચી લીધી.
સ્થૂલિભદ્ર સફાળો ઊભો થઈ ગયો. તેને કોઈ કાવતરાની ગંધ આવી, ગાંધા૨નો કોઈ શસ્ત્ર સહિત સૈનિક સામે ઊભો હતો. “તું કોણ છું? કોનું કામ છે ?”’
સૈનિક ભાષા જાણતો ન હોય તેમ મૌન રહ્યો.
પુનઃ સત્તાવાહી અવાજે પૂછ્યું ‘કોણ છું ?” મૌન. સ્થૂલિભદ્ર વિચારવા લાગ્યો. મહાઅમાત્યના પ્રાસાદ ૫૨ નજ૨ માંડવાની કોઈ હિંમત ન કરતું, ત્યારે આ સૈનિક આ ખંડ સુધી કેવી રીતે ઘૂસી આવ્યો !
પુનઃ પૂછ્યું. “શત્રુ કે મિત્ર ’'
સૈનિક પાકો નીકળ્યો મૌન જ રહ્યો.
સ્થૂલિભદ્રની શંકા પાકી થઈ કે કંઈ કાવત્રું છે. તેણે સૈનિકને પરાસ્ત કરવા તેની સાથે બાથ ભીડી. સૈનિકે સામનો ન કર્યો. સ્થૂલિભદ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો. છતાં તેની શંકા વધુ સબળ બની. સૈનિકને આખો જ ઊંચકીને નીચે પછાડવા માટે ઊંચક્યો ત્યાં તો માથાનું વસ્ત્ર નીકળી ગયું અને લાંબા સુગંધયુક્ત કેશકલાપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org