________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૯ સ્થૂલિભદ્ર વિચારમાં પડ્યો. શું સ્નેહ, કેવો ઋણાનુબંધ !
વળી પ્રશ્ન ઊઠ્યો : પિતાજીનું શું? એ વિચારથી તે ખૂબ વિવળ બની ગયો. કોશા તેનું મંથન કળી ગઈ. હાથમાં આવેલા પ્રાણપ્રિયને તે છોડી દે તેવી નિર્બળ ન હતી.
કોશા: “કુમાર એ બધું વિસરી જા. તારા કવિહૃદયને પિછાણનારું કોણ મળશે? તારો મારો જન્માંતરનો સંબંધ છે, પિતાજી આજે દુઃખી થશે કાલે ભૂલી જશે તેમ લોકો પણ ભૂલી જશે. પરંતુ આ રૂપનો અને કલાનો મેળ, ફરીથી નહિ મળે. તારી સામે વિશ્વવિજયી સૌંદર્ય ઝૂકતું આવ્યું છે, મને અપનાવી લે ! આજની રાત માણી લે અને કોશા પુનઃ કુમારની નજીક સરી.”
બંને માટે એ સૌભાગ્યની પળ હતી ? ધર્મપરાયણ પરાક્રમી પિતાના આદર્શને તે ભૂલી ગયો. તેના ચિત્તમાં કોશા કોશા ગુંજી રહ્યું. ભાઈ, બહેન, રાજ, કાજ, કુળ, શીલ સર્વ વિસરાઈ ગયું અને કોશાને બાહુમાં પકડી ગાઢ આલિંગનમાં જકડી લીધી. બંનેએ પુષ્પ આચ્છાદિત શૈયામાં સુહાગરાત માણી લીધી. પાછલી રાત્રે બંને શ્રમિત થઈ નિદ્રાને આધીન થયાં. ( આ શું અધઃપતન હતું?
રાત્રિ પૂર્ણ થઈ. દિવસ ઊગ્યો ચૂલિભદ્ર જાગ્યો. અને રાત્રિના સ્મરણે તેને ઘેરી લીધો. એક બાજુ ચંદન જેવી શીતળ સેજ હતી, બીજી બાજુ અધ:પતનની જ્વાળાઓ દેખાવા લાગી. જાણે પોતાની હાર થઈ હોય તેમ સુંવાળી સેજમાં પણ તેનું અંતર બળવા લાગ્યું.
સેજમાં બેઠો થઈ લમણે હાથ દઈ વિચારવા લાગ્યો. મેં શું કર્યું? છેવટે કોશાએ મને પતનને માર્ગે દોર્યો. મારા કુળનું શું? મારા પિતાનું શું? એ સર્વને મેં ઝાંખપ લગાડી. વળી રાત્રિએ ગાળેલો વિલાસનો કેફ તેને સેજ છોડવા દેતો ન હતો. અંતરદાહથી બળતો પુનઃ સેજમાં આડો પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org