________________
૩૬ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર
મગધના પાટનગર પાટલીપુત્રમાં આજે ભવ્ય વિજય મહોત્સવ હતો. નગરીને સ્વર્ગની શોભા આપી હતી. પ્રજાના હૈયામાં આનંદ હતો. રાજવત્સલ રાજા અને મહાઅમાત્યને પ્રજાએ ઉત્સાહથી આવકાર્યા. મગધના રાજા, પ્રજા, સામંતો, સૌને માટે ગાંધાર વિજય અદ્વિતીય હતો. ઉત્સવના પૂરમાં દિવસ પૂરો થયો. વિજયની શોભાયાત્રામાં વિદ્વાન ત્રિપુટી શોભી રહી હતી. પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. ઉત્સવ-વધામણાં પૂરાં થયાં, દિવસ આથમ્યો.
તક્ષશિલાની માનનીય વિદ્વત ત્રિપુટીની યોગ્ય વ્યવસ્થા કરી સ્થૂલિભદ્ર પોતાના પ્રાસાદે પાછો ફરતો હતો. યુદ્ધના દિવસોમાં મનની દિશા અને દશાનાં વહેણ ફંટાયાં હતાં. પરંતુ પોતાની ભોમકામાં પગ મૂક્યો કે સ્થૂલિભદ્રના મનનું ઘમ્મરવલોણું ફરવા લાગ્યું. તેણે જોયું કે પોતાના હૃદયસિંહાસન પર કવિતા અને કોશા બે બિરાજમાન છે. પરંતુ જ્યારે કુળનાં ગૌરવ, સંયમ, શીલના સંસ્કારનો વિચાર કરતો ત્યારે કોશા લુપ્ત થતી. છતાં તેના સૂક્ષ્મભાવમાં જાણે કોશા ઊપસતી હોય તેવું ભાસતું ત્યારે મૂંઝાતો.
સ્થૂલિભદ્ર પુનઃ પુનઃ પોતાના દિલનું નિરીક્ષણ કરતો. તેમાં તે જોતો કે તેના હૃદય સિંહાસન પર બે આકૃતિ ઊપસે છે. એક કવિતા અને બીજી કોશ. આ આકૃતિઓને જોતાં તેને સત્તા, મંત્રીપદ, સમૃદ્ધિ તુચ્છ લાગતાં. પરંતુ જ્યારે તે કોશા પાછળ તેના કુળને જોતો અને વિચારમાં પડી જતો કે પોતાનાં કુળ શીલ અને ધર્મસંસ્કારનું શું ? ત્યારે કોશાની આકૃતિ ભૂંસાઈ જતી અને તે કવિતા તરફ જોતો પણ ઊંડે ઊંડે કોશા વગરની કવિતા તેને નિરસ લાગતી. અથવા કવિતા અને કોશા તેને એક જ લાગતાં. ( યૂલિભદ્ર કોશાને આધીન
આમ વિચારમગ્ન દશામાં અશ્વારૂઢ થઈ માર્ગે જતાં અચાનક તેને કોઈએ રોક્યો, ઉત્સવની રોશનીના અજવાળામાં તેણે જોયું કે
જો
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org