________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૦ ૩૧ અંતે મહાઆમાર્યે કહ્યું, “સ્થૂલિભદ્રા બેટા તારો ઉછેર તારી માતા અને મારી નવરાશની પળોમાં ધર્મ પરાયણતા, કૃળા-કૌશલ્ય અને અનેક વિદ્યાઓના સિંચનથી થયો છે, પરંતુ શ્રીયક જન્મ્યો ત્યારે હું તો મંત્રી તરીકેના રાજકારણમાં ગળાબૂડ હતો. વળી માતા પણ મરણ પામી હતી એટલે તેને આજ્ઞાવશ રહેવા સિવાય કાંઈ શીખવા મળ્યું નથી. છતાં તમને કાંઈ વિશેષ કહેવાનું ન હોય,” તેમના અવાજમાં ગંભીર છતાં આંતરિક શીખ હતી. બંને પુત્રોના મુખ પર કુળનો ધર્મ દીપાવવાની ભાવના જોઈ પિતા સંતુષ્ટ થયા.
રાત્રિનો અંધકાર વિલીન થવાની તૈયારી હતી. પ્રભાતનો આછો પ્રકાશ પ્રગટ્યો. રાજ્ય દરવાજે પ્રભાતનાં ચોઘડિયાં બજી રહ્યાં. મહામંત્રીએ પુત્રોને આરામ લેવા જણાવ્યું. પોતે રાત્રિના જાગરણના ભાર વગર નિત્યક્રમમાં પ્રવૃત્ત થયા. ( સ્થૂલિભદ્રનું મનોમંથન
પલંગમાં પડ્યો સ્થૂલિભદ્ર વિચારતો હતો કે કોશાના મધુરા મિલનનો સુખદ પ્રસંગ અને પિતાજીએ તે જ સમયે કરેલો સત્તાવાહી અવાજ!
સ્થૂલિભદ્ર'
એક તરફ પૂરા કુળની બદનામી, બીજી બાજુ પૂરા રાજ્યની સૌંદર્યસુંદરીનું આકર્ષણ અને સમર્પણ. આવા વિચારના ઉલ્કાપાતમાં ચાર દિવસથી સ્થૂલિભદ્ર કોઈને મળતો નહિ. કોઈ ગુપ્ત સ્થળોમાં અશ્વારૂઢ થઈ દિવસભર ઘૂમતો રહ્યો. ભૂખતરસના ભાન વગર વનમાં વિહરતો. કોઈ નિર્ણય પર આવી શકતો ન હતો. - કર્તવ્યમૂર્તિ પિતાની મુખમુદ્રા જોતો અને સ્વપ્નમૂર્તિ કોશા વિલીન થઈ જતી. પરંતુ વળી કોશાના પરિચયમાં તેણે કરેલા સંવાદના
નેહભર્યા સ્વરો સ્મરણ થતાં ચિત્તમાં તીવ્ર આકર્ષણ પેદા થતું અને પિતાની પવિત્ર મુખમુદ્રા વિલીન થતી. પરાક્રમી, કળા કૌશલ્યવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org