________________
સંયમવીર સ્થૂલિભદ્ર ૨૭ કોશાના પ્રેમનો શુદ્ધ રણકો, અને રૂપનો સ્પર્શ. પોતાની વિદ્યા અને કોશાના રૂપનો કેવો મેળ હતો ? આમ મનમાં સુખદ પળો માણતો ભદ્ર મંત્રમુગ્ધ બની ગયો. ત્યાં નજીકમાંથી અવાજ આવ્યો.
“સ્થૂલિભદ્ર.”
એ અવાજ પિતાજીનો હતો. અને એ સ્વપ્નમાંથી ઝબકે તેમ જાગીને કોશાના બાહુપાશને છોડીને તે અદશ્ય થઈ ગયો. કોશા પોતાના આવાસે પાછી ફરી. બંને જુદાં પડ્યાં પણ હૃદય મળી ચૂક્યાં હતાં.
કોશાને પોતાના પ્રેમમાં, રૂપમાં, સમર્પણમાં વિશ્વાસ હતો તેથી તે માનતી ભદ્ર મારો થશે, મને સ્વીકારી લેશે. વિદ્યા અને કલાનો સુભગ યોગ થાય તેમાં ખોટું શું છે ! ત્યાં અમારા રૂપનું આકર્ષણ ગૌણ છે એવા ભાવાવેશમાં તે પોતાના આવાસે પહોંચી.
પિતા પુત્ર ભારે ચિંતિત હતા. પિતાને આશા હતી સ્થૂલિભદ્ર ભાવિનો મગધનો સ્વામીભક્ત અને મહામંત્રી બને. તેનું જીવન એક નર્તકીના રૂપમાં – વાસનામાં સમાઈ જાય તેવું મુદ્ર ન હોય. તેમાં રાજનર્તકીનો સમાગમ તો પાપ છે.
ભદ્રના જીવને પણ જંપ ન હતો. તેના મનમાં હજી અધ્યાત્મ ધબકતું હતું તેથી તેનામાં આવેગ આવી ગયો કે રૂપ પાછળ ઘેલી બનેલી આ આંખો ફોડી નાખું? અથવા મારી સ્વપ્નમૂર્તિ કોશાનો દેહ રોગથી ભરાઈ જાય તો કાયમનો ઉકેલ થાય. વળી મારી આંખોમાં કોશાના સૌંદર્યનું આકર્ષણ અને પરિચયથી પિતાજીના આદર્શોની વાતો વ્યર્થ બનશે. ભદ્ર ખૂબ મૂંઝાતો હતો. વાત્સલ્યમૂર્તિ, કર્તવ્યપરાયણ હિમાલય જેવા દઢ પિતાનો ત્યાગ કરવો કે મનોમૂર્તિ કોશાનો ત્યાગ ? અંતરમાં ચાલતો આ દાહ ક્યાં કહેવો અને કેમ સહેવો? - સ્થૂલિભદ્ર પોતાના પ્રાસાદે પહોંચ્યો. મહાઅમાત્ય પણ પ્રાસાદે પહોંચી પોતાના વિરામસ્થાનમાં આંટા મારી રહ્યા હતા. સ્થૂલિભદ્ર પિતાને મળવા વિરામસ્થાનમાં પહોંચ્યો. તેણે જોયું પિતાજી ચિંતામગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org