________________
૨૮ • સંયમવીર ટ્યૂલિભદ્ર છે. રાજ્યના કારભારની ચિંતા કરતા હશે ? આજે તેમની મુખમુદ્રા પર કંઈ જુદા જ ભાવો ઊપસ્યા હતા.
મહામંત્રીની વિચારનિદ્રા તૂટી. તેમણે ઓરડામાં ચારે બાજુ એક નજર નાંખી, સામે જ તેમણે સ્થૂલિભદ્રને ઊભેલો જોયો. તેમણે ઈશારો કરી પાસે બોલાવ્યો. તેના ખભા પર ખૂબ વાત્સલ્યભર્યો હાથ મૂક્યો અને બોલ્યા, “બેટા તે આજે નાટકમાં ખૂબ કુશળતાથી અભિનય કર્યો. કોશા ગઈ!”
પિતાજીના આ પ્રશ્ન પિતૃભક્ત અને ધર્મભીરુ સ્થૂલિભદ્ર મૌન રહ્યો પણ હૃદયમાં અપાર વેદના ઊઠી. કોશા પરની મુગ્ધતા તેની સાથેની પ્રેમગોષ્ઠિ જેવી વાતો પવિત્ર મૂર્તિ સમા પિતાને કાને પડી ? પિતૃઆજ્ઞા સામે કોશાની વાણીથી પિગળેલો એ લોખંડી પુરુષ ટકી ન શક્યો. પોતાની જાતને ધિક્કારવા લાગ્યો.
મહામંત્રી તેની પીઠ પર હાથ પસારતા બોલ્યા : “બેટા, શ્રીયકને બોલાવી લાવ.”
સ્થૂલિભદ્ર શ્રીયકને બોલાવી લાવ્યો. તે સમયે મંત્રીરાજ ગાદી પર તકિયાને ટેકવીને બેઠા હતા. તેમના શિર પરના ધોળા પૂણી જેવા કેશ પવનથી ફરફરતા હતા. વૃદ્ધાવસ્થાની નજીક છતાં મંત્રીનો દેહ વજ જેવો લાગતો હતો. છતાં કોઈ ઊંડા મનોમંથનમાં હતા.
બંને ભાઈઓ આવીને વિનયપૂર્વક પિતાની સામે બેઠા. તેમને જોઈને પિતાને ઘડીભર ગર્વ થયો કે પુત્રો દેવતાઈ ઓજસ જેવા લાગે છે. બંનેને વાત્સલ્યપૂર્ણ નજરે નિહાળીને મંત્રીરાજ બોલ્યા. ( મહામંત્રી શકટાલનો યૌવનભર્યો ભૂતકાળ )
બેટા ધૂલિભદ્ર! આપણે કલિંગજિનના દર્શને ગયા હતા ત્યારથી મારા મનમાં અનેક સ્મરણો ઊડ્યાં હતાં. તારા નાટકના અભિનયથી તે સ્મરણો સતેજ થયાં.
તું મારા સંસારી જીવનનું પ્રથમ સંતાન-ધન છે. મેં અને તારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org