________________
સંયમવીર સ્થૂલિભદ્ર – ૧૭ તેને પણ તેના પ્રત્યે એક આકર્ષણ પેદા થયું. તેણે મનમાં મનોરથ ઘડ્યો કે મગધેશ્વરને કે મહામંત્રીને સમય આવે પ્રસન્ન કરી રૂપકોશાને મેળવવી.
રે માનવી ! આ સંસારમાં જીવોની મનોવૃત્તિમાં કેટલો ઝંઝાવાત પડ્યો છે. માનવીનું મન એક અને તરંગો અનેક. માનવી એ તરંગોની જાળમાં ફસાઈ જાય છે. સ્ત્રીને પ્રાપ્ત થયેલા સહજ સૌદર્યને સાચવવા કેટલો સંઘર્ષ વેઠીને સાવધાની રાખવી પડે છે !
શોભાયાત્રામાં થમાં સૌનું અભિવાદન ઝીલતી રૂપકોશા સ્વર્ગથી ઊતરેલી અપ્સરા જેવી લાગતી હતી. માનવ મહેરામણમાંથી શોભાયાત્રા મંથર ગતિએ પસાર થતી હતી. રથોનું સંચાલન કરતા થપતિના હૃદયના તાર પણ ઝણઝણી ઊઠ્યા હતા. મનમાં કેટલાયે મનોરથો ઘડતો હતો. ખરેખર સંસારની લીલા અજબ છે.
એક દિવસ આ પ્રણયત્રિકોણની લીલા સમાપ્ત થઈ સ્થૂલિભદ્રને વૈરાગી બનાવશે. રૂપકોશાને પણ ધર્મ માર્ગે જવા પ્રેરશે. સ્થૂલિભદ્ર યુગો સુધી પ્રાતઃ સ્મરણીય બનશે. તે સાથે સુકેતુ જેવા થાધ્યક્ષ, કેટલાયે કામી પુરુષો પણ સંયમના માર્ગે વળશે. રૂપકોશા વારાંગના મટી ધર્મ માર્ગે વીરાંગના – સુશ્રાવિકા બનશે. કર્મની વિચિત્રતા જાણે છે તે જ જાણે છે.
રૂપકોશાની શોભાયાત્રા સમયે પ્રજાનો ઉત્સાહ અદમ્ય હતો, મહેરામણ ઊમટ્યો હતો. શેરીઓ અને બજારોમાંથી પસાર થઈ છેક સાંજે શોભાયાત્રા રાજસભા નજીક પહોંચી.
રૂપકોશા, સુનંદા, સૌનો ભવ્ય આવકા૨ થયો. સૌને વિરામસ્થાને લઈ ગયા પછી સમય થતાં સુનંદાની સૂચના મુજબ રૂપકોશાનાં વસ્ત્ર પરિધાન માટે પરિચારિકાઓનો સમૂહ કાર્યરત થઈ ગયો.
રાત્રિનો બીજો પ્રહર શરૂ થયો. સ્વર્ગની શોભા સજાવાઈ હોય તેવી રાજસભામાં દરેકના પદાધિકાર પ્રમાણે ભદ્રાસનોમાં સૌ ગોઠવાઈ ગયાં હતાં. મગધેશ્વર અને મહારાજ્ઞી હીરા-માણેક-જડિત સિંહાસન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org