________________
સંયમવીર સ્થૂલિભદ્ર - ૧૩ આશરો લમણે લખાય. આ બધું શા માટે
બીજી બાજુ ભારતવર્ષમાં કોઈને ન મળે તેવું શ્રેષ્ઠ પદગૌરવ, રાજકીય ધોરણે વૈભવ, અપૂર્વ કલાઓની સિદ્ધિ, કેવું અદ્ભુત છે ? તે સર્વે ત્યજીને ફક્ત એક જ પુરુષની સામાન્ય જીવનસંગિની થવાનું ?
ના ના એ તો બધું તુચ્છ છે. ભારતવર્ષની કલાલક્ષ્મીના ચરણોમાં કેટલા ઝૂકશે? કેવું અનુપમ !
આમ વિકલ્પોના વમળમાં ઘૂમતી રૂપકોશાના ચિત્તમાં બેઠેલો સ્થૂલિભદ્ર ઊપસતો અને રૂપકોશામાં રહેલી સહજ સ્ત્રી પ્રકૃતિ જાગ્રત થતી. આ સૌંદર્ય, વૈભવ જીવનસાથી વગર શૂન્ય છે. શું દિવસ-રાત નાચ્યા કરવું? હા પણ તેમાં વીણાના સ્વર ભળે તો જ પ્રાણ પુરાશે. વળી તે વિચારતી કે નારીત્વ તો કુળવધૂમાં અને માતૃત્વમાં દીપી ઊઠે તે સિવાય સઘળું વ્યર્થ.
વળી તે વિચારવા લાગી મગધેશ્વર કાવ્યરસિક છે. તેઓ આવી કઠોર શરતોનો શા માટે આગ્રહ રાખે છે ? પોતે ભોગવિલાસ ભોગવે છે. તેમને આ શરતો મૂકવાનો શો અધિકાર છે ? કલા એકલી નારી જ શોભાવી શકે ! નરનારીનું ઐક્ય કલાને વધુ પ્રદાન ન કરી શકે !
આમ અનેક તરંગોની જાળમાં મુંઝાઈ ગઈ. એક બાજુ માતાની નિવૃત્તિથી માતાનો વિયોગ, એ પણ દુઃખદાયક હતો. માએ આશ્વાસન આપ્યું હતું કે જૂની પરિચારિકાઓ બધો કારભાર સંભાળી લેશે. મગધેશ્વરનો તારા પર અપાર પ્રેમ છે. તારી પાસે કળાકૌશલ્ય છે. સંસ્કારમાં સંયમ છે. માટે નિશ્ચિત થઈ જા.
રૂપકોશાના મનમાં એક તીવ્ર આવેગ ઊઠ્યો કે આ રાજનર્તકીપદ જહન્નમમાં જાય. મારે તો સ્થૂલિભદ્ર જેવો સમર્થ કલારસિક વિદ્વાન, પરાક્રમી પુરુષ જીવનસાથી જોઈએ. શું મહારાજા આવી મારી એક ઇચ્છા પૂરી નહિ કરે ?
આમ વિચારતાં એને આશાભર્યો એક ભાવ ઊઠ્યો. મારી કલાઓ વધુ વિકસાવી મગધશ્વરને ખુશ કરીશ. મારી કલાને વિજયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org