________________
સંયમવીર સ્થૂલિભદ્ર • ૧૧ પ્રાર્થના વિધિ કરી, વિરામગૃહમાં રૂપકોશાને બોલાવી. રૂપકોશાનું મન હજી રાત્રિએ સેવેલા મીઠા સ્વપ્નની અસરમાં ઘેરાયેલું હતું.
રૂપકોશાએ આવીને માને પ્રણામ કર્યા. માએ તેના મસ્તકે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. રૂપકોશા માતાની સામે બેઠી.
સુનંદા : “બેટા મગધશ્વરે મારી વિનંતીનો સ્વીકાર કર્યો છે. શરદપૂર્ણિમાને દિવસે જાહેરમાં તારી નૃત્યકલા પ્રગટ કરવામાં આવશે અને તને ભારતવર્ષનું કલાલક્ષ્મીનું શ્રેષ્ઠ પદગૌરવ પ્રાપ્ત થશે. તું તે પદને શોભાવશે તેની મને પૂર્ણ ખાતરી છે.”
રૂપકોશા ઊગતી યુવાનીમાં હતી. આવા શ્રેષ્ઠ પદગૌરવની પ્રાપ્તિનો તેને ઉન્મેશ થયો, ખૂબ પ્રસન્ન થઈ ઊઠી.
સુનંદાઃ “બેટા તું આ પદને પ્રાપ્ત કરે પછી હું નિવૃત્ત થઈ તથાગત બુદ્ધ ભગવાનને શરણે મારું જીવન સમર્પિત કરીશ.”
આ સાંભળીને રૂપકોશાનો ઉમંગ મંદ થઈ ગયો. વાત્સલ્યમથી માને છોડવાની? હજી હું તો ઘણી નાની છું. મા વગર આ બોજો કેવી રીતે વહન કરીશ?
ના મા, જો તમે નિવૃત્ત થવાનાં હો તો મારે આ પદગૌરવ જોઈતું નથી. તમારી છાયામાં હું સુખી છું.”
“બેટા તું સમજે છે કે માનવમાત્રનું કર્તવ્ય છે કે અવસરને ઓળખીને આત્મકલ્યાણ કરી લેવું. ભગવાન બુદ્ધનો ઉપદેશ એમ જ છે. વળી મારા શુભાશિષ તો તારી સાથે જ છે. તું પણ ભવિષ્યમાં પવિત્રપંથે જ આવજે.”
વળી સુનંદાએ કહ્યું કે “મગધેશ્વરના સામ્રાજ્યનું પદગૌરવ લેતાં તેનું મૂલ્યાંકન જાણવું જરૂરી છે. ભારતવર્ષની રાજનર્તકીના પદગૌરવની પ્રતિષ્ઠા છે કે તે સાત્ત્વિક અને નિર્દોષ હોવાં જોઈએ. અર્થાતુ રાજનર્તકી કોઈ પુરુષને જીવનસાથી બનાવી શકે નહિ, તેને કૌમાર્ય સાચવવું પડશે.”
રૂપકોશાનો સ્વખકેફ પદગૌરવની પ્રતિષ્ઠાને કારણે ઊતરી ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org