________________
૧૦ ૦ સંયમવીર સ્થૂલિભદ્ર છે. તમારે સ્થાને આવતાં તેને આવો કઠોર સંયમ પાળવાનો રહેશે.”
“મગધ સામ્રાજ્યની કલાલક્ષ્મી કોઈ પુરુષને જીવનસાથી બનાવી ન શકે તેવો મગધપતિનો આદેશ છે. તેમાં ક્ષતિ થતાં રાજનર્તકીને વધસ્તંભને માર્ગે જવું પડશે.”
સુનંદા અતિ નમ્રભાવે બોલી: “મહામંત્રી ! આપે કહ્યું તે પ્રતિજ્ઞાઓનો મને પૂરો ખ્યાલ છે. મારી પુત્રી સંસ્કારથી ઘડાયેલી છે. તે મગધ સામ્રાજ્યની કલાને દિપાવશે. નિર્દોષ રહેશે તેની મને ખાતરી છે. કુમાર કલાચાર્યે તેને ઉત્તમ કલાનું શિક્ષણ પ્રદાન કર્યું છે.”
મગધેશ્વર : “દેવી, મહામંત્રી કહે છે તે વાત લક્ષમાં રાખજો. રૂપકોશા રાજનર્તકી તરીકે જાહેર થશે એટલે તેની સામે ચારે બાજુ આકર્ષણો ઊભાં થશે. તેણે દુષ્કર સંયમ પાળીને પદગૌરવ સાચવવું પડશે. અગર વધસ્તંભનો ભોગ થવું પડશે. રૂપકોશા ભારતવર્ષની કલાલક્ષ્મી બને તેમાં અમે ખુશી છીએ ગૌરવ અનુભવીએ છીએ.”
સુનંદાઃ હા, મહારાજા આપની વાત મને સ્વીકાર્ય છે.”
પોતાની પુત્રીની ઊગતી યુવાનીમાં કલ્પનાતીત ભારતવર્ષનું પદગૌરવ મળે તેના ઉત્સાહમાં અને પુત્રીના સંસ્કારમાં વિશ્વાસને કારણે સુનંદાએ એ પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરી લીધો.
સુનંદાએ પ્રસ્તાવ મૂક્યો કે શરદપૂર્ણિમાને દિવસે રૂપકોશાની જાહેરમાં નૃત્યકલા રજૂ થાય, તે દિવસે આ પદગૌરવનું પ્રદાન કરી મગધેશ્વર શુભાશિષ આપે.
મગધેશ્વરે તેમાં સંમતિ આપી. સુનંદા પ્રસન્ન થઈ. મનમાં અનેક મનોરથો સેવતી પોતાના આવાસે પહોંચી. રાતનું અનુષ્ઠાન પૂર્ણ કરી શયનગૃહમાં આરામ માટે ગઈ. ( શરદોત્સવમાં રૂપકોશાને પદગૌરવ)
સુનંદાએ મહામંત્રી અને મગધેશ્વર સાથે કરેલા સંવાદથી રૂપકોશા અજાણ હતી. પ્રભાતે સુનંદાએ ભગવાન બુદ્ધની પ્રતિમા સામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org