________________
૮ • સંયમવીર ચૂલિભદ્ર ધરાવતી. રાજસભામાં રાજા મહારાજાઓના આનંદપ્રમોદ માટે તેમની કલાઓ પ્રસ્તુત કરવામાં આવતી. વળી જેને રાજ્ય તરફથી વિશેષ સ્થાન મળતું તેને તો રાજસેવામાં જીવન સમર્પિત કરવું પડતું. છતાં જો તે રાજનર્તકી કોઈ પુરુષને જીવનસાથી બનાવે તો વધસ્તંભને માર્ગે જવું પડતું. સિવાય કે વિશિષ્ટ પ્રસંગે રાજાને પ્રસન્ન કરી નિવૃત્ત થઈ કોઈ પુરુષને વરી શકતી. આથી રાજનર્તકી કઠણ એવો સંયમ પાળી કૌમાર્યવ્રતને જાળવતી. અર્થાત્ તે સમયે રાજનર્તકી માત્ર હલકી મનોવૃત્તિની હોય તેવું મનાતું ન હતું.
સુનંદા પતિ સાથે આવી હતી પરંતુ તેની નૃત્યાદિ કલાનિપુણતાને કારણે તેણે મગધ સામ્રાજ્યનું કલાલક્ષ્મીનું પદગૌરવ મેળવ્યું હતું. તે દરમિયાન તેણે બે પુત્રીઓને જન્મ આપ્યો હતો. રૂપકોશા મોટી હતી, રૂપનો કોશ હોય તેવી સૌંદર્યવાન હતી. દેવલોકની અપ્સરા પણ ઝાંખી લાગે તેવું અજબનું રૂપ તેને વર્યું હતું. નાની પુત્રી ચિત્રલેખા નિર્દોષ અને સૌંદર્યવાન હતી.
સુનંદા પોતાની કલાઓની સિદ્ધિઓથી ભારતવર્ષમાં કલાલક્ષ્મી તરીકે અજોડ મનાતી. પતિ સાથે આવેલી તેથી તેને પતિ સાથે રહેવાની છૂટ હતી છતાં તે રાજસેવામાં સમર્પિત હતી.
રૂપકોશા યૌવનમાં આવી હતી, અનેક કળાઓમાં મા કરતાં પણ વિશેષ સિદ્ધિઓ તેણે પ્રાપ્ત કરી હતી. મા તેને ભાવિ કલાલક્ષ્મીના પદગૌરવને પ્રાપ્ત કરે તેવી અપેક્ષાએ ઉચ્ચ સંસ્કાર અને સંયમજીવનના પાઠ શીખવતી.
સુનંદાના પતિનું એકાએક અવસાન થતાં તેને ઘણો આઘાત લાગ્યો. પદગૌરવને કારણે જીવનમાં કંઈક સંયમ હતો, વળી બુદ્ધ ભગવાનના સંપર્કમાં બોધ પામી હતી. આથી તે રાજનર્તકી પદેથી નિવૃત્ત થવા માંગતી હતી. આ વાત તેણે મહારાજાને જણાવી હતી. પોતાની નિવૃત્તિ પછી કલાલક્ષ્મીનું પદગૌરવ રૂપકોશા શોભાવે તેવી આશાથી તેણે રૂપકોશાને સર્વ પ્રકારે તૈયાર કરી હતી. નૃત્યાચાર્ય કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org