________________
સંયમવર સ્થૂલિભદ્ર - ૭ સ્થૂલિભદ્રની નૌકાના ચાલક છે. તેમની પાસેથી મેં સાંભળ્યું છે.”
રૂપકોશાએ નૌકાની ગતિ ધીમી કરાવી. સ્વરગંજનનું માધુર્ય તેના દિલને ખૂબ ઊંડે સ્પર્શી ગયું. તેને સ્થૂલિભદ્રનો હજી સહવાસ નથી થયો. પરંતુ તે પળે તેનામાં સ્ત્રીસહજ એક તીવ્ર જિજ્ઞાસા ઊઠી. આ પુરુષનો યોગ થાય તો જીવન સફળ, આ નૃત્યકલા, કાવ્યરસ, સૌદર્ય બધું સફળ. બાકી વ્યર્થ.
રૂપકોશા દિલમાં ઊઠેલી લાગણીને વ્યક્ત કરતાં બોલી: “શું જે મુઠ્ઠી તલવાર પકડી શકે તે મુઠ્ઠીની આંગળીઓમાં આવી કોમળતા હોઈ શકે ! નિર્જીવ વીણાના સ્વરમાં આવું સંવેદન પેદા કરી શકે ! મેં તો સાંભળ્યું છે કે સ્થૂલિભદ્ર વિરક્ત સ્વભાવના છે.”
ચિત્રા: “હા પણ વીણાવાદનમાં અજોડ છે.”
રૂપકોશા: “હોવા જ જોઈએ, જો ને કેવા મધુર સ્વર આ અવકાશમાં પણ માધુર્ય રેલાવી રહ્યા છે.”
જાણે અજાણે રૂપકોશાના દિલમાં સ્થૂલિભદ્ર સ્થાન જમાવી દીધું. લાચાર્ય પાસે રાજવંશી વિદ્યાર્થીઓની સાથે સ્થૂલિભદ્ર અભ્યાસ કરતા ત્યારે ક્યારેક જોવામાં આવ્યો હતો પરંતુ મધુરા સ્વરના ગુંજનમાં સાથે રૂપકોશાને કોઈ અનેરું સંવેદન સ્પર્શી ગયું. અને સાથે સ્થૂલિભદ્ર પ્રત્યેનું આકર્ષણ પેદા થયું. મોડી રાત્રે આવાસમાં પહોંચી, પર્યકાસનમાં પોઢી મીઠાં સ્વપ્ન સેવતી રાત્રિ પૂરી કરી. ( રૂપકોશાની માતા સુનંદાનો પરિચય
ગણતંત્ર વૈશાલીના વિજય સાથે મગધેશ્વર સુનંદા નામની રમણીય સુંદરી અને તેના પતિને પાટલીપુત્ર લાવ્યા હતા. તે સમયે ગણતંત્રમાં સુંદર રમણીય નૃત્યાંગના રાજની મિલકત ગણાતી, તેમનું સ્થાન ઊંચું ગણાતું. વળી તે રમણીઓ રાજ્યને વફાદાર રહી કૌમાર્યવ્રત પાળતી.
તે નૃત્યાંગનાઓ નૃત્ય, સંગીત, કાવ્યકલા આદિમાં નિપુણતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org