Book Title: Sanyamvir Sthulibhadra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal ParivarPage 28
________________ સંયમવીર સ્થૂલિભદ્ર - ૫ ભાવિ કહે છે થોભો, ભવિતવ્યતા મિથ્યા થતી નથી. વૈરાગના સંસ્કારોનું બી પાપના ડંખથી કે પુણ્યના કિરણથી જીવંત રહેશે અને મહારાગી, મહાવૈરાગી બની જશે. છતાં યૂલિભદ્રના જીવનમાં કવિતા અને વીણાવાદના બે આત્મસાત હતાં. તે ક્યારેક પ્રાસાદના જિનમંદિરમાં કલાકો સુધી વીણાવાદન દ્વારા ભક્તિમાં લીન થઈ જતો. ઘણુંખરું એકાંતપ્રિય હતો. આ વીણાવાદનના સૂર જ એને ભાવિમાં પલટો થવામાં નિશાન બનવાના છે તે એ જાણતો ન હતો. મહામંત્રીનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ ગંગાના તટ પર મહામંત્રી શકટાલનો ભવ્યાતિભવ્ય પ્રાસાદ આવેલો હતો. યદ્યપિ આ પ્રાસાદ પૂર્વજોના સમયથી મગધમાં મંત્રીપ્રાસાદ તરીકે પ્રસિદ્ધ હતો. અતિ વિશાળ આ પ્રાસાદમાં પુત્ર, પુત્રીઓ, સ્વજન, મિત્રો, મહાપદાધિકાર ધરાવતા અતિથિઓની ઉત્તમ સુવિધાઓથી સુશોભિત ખંડ ઉપખંડ આવેલા હતા. દરેક ખંડોની રચના મનોહર હતી. દરેક ખંડોમાં સુવર્ણ અને રજતની દીપિકાઓ શોભતી હતી. તેમાં પુરાતા તૈલી પદાર્થમાં વિશેષ ચૂર્ણ મેળવેલું જેથી દીપકો ઝગમગી ઊતા હતા. સવારે સાંજે ખાસ પ્રકારના ધૂપની સૌરભ ફેલાતી જે આરોગ્યવર્ધક અને મધુર સુગંધયુક્ત હતી. પ્રાસાદની દીવાલો આકર્ષક અને સૌમ્ય ચિત્રોથી શોભતી હતી. પૂરો પ્રાસાદ ભવ્ય અને સુશોભિત હતો. વિવિધ સામગ્રીઓથી ભરપૂર હતો. સૈનિકોથી રક્ષિત હતો. વિશેષમાં વંશજોના વખતથી એક જિનચૈત્ય પણ હતું. તેમાં બિરાજમાન વીતરાગ ભગવાન મહાવીરની ભવ્ય પ્રતિમાજી હતા. રાત્રિના સમયે જિનચૈત્ય સુવર્ણ અને હીરાજડિત દીપકોથી ઝગમગી ઊઠતું. રોજ રાત્રે સૌ પરિવાર ભાવથી આરતી કરતાં. સ્થૂલિભદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158