________________
સંયમવીર સ્થૂલિભદ્ર હિજ જ અનાજ જ
તે કાળે સમયે,
તે કાળે તે સમયે ચરમપતિ ભગવાન મહાવીરના પરમ પવિત્ર પાદસ્પર્શથી મગધ સામ્રાજ્યની રાજધાની રાજગૃહી પાવન થઈ હતી. ભાવિ ચોવીશીના તીર્થકર નામકર્મ પ્રાપ્ત મગધ સામ્રાજ્યના સમ્રાટ શ્રેણિકના સમયની રાજગૃહી એટલે ધર્મનું આશ્રયસ્થાન મનાતી. સમ્રાટ શ્રેણિક ભગવાનના મહાભક્ત હતા. તેમણે ભગવાનના ઉપદેશ દ્વારા અહિંસાધર્મનો સ્વીકાર કરી વ્યાપક પ્રસાર કર્યો હતો. જૈનધર્મની સંસ્કૃતિને શ્રેણિકે વિશદતાથી વિકસાવી હતી. ભગવાન બૌદ્ધ પણ ભગવાન મહાવીરના સમકાલીન અહિંસાધર્મના પ્રવર્તક હતા. ભગવાન મહાવીરના બોધથી ચેલણારાણી જૈનધર્માવલંબી હતાં. શ્રેણિકરાજાએ ચેલણારાણીના અનુરોધથી જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો.
રાજગૃહી ધર્મતીર્થનાં સ્થાપત્યોથી સુશોભિત હતી. પ્રજા સમૃદ્ધ અને સુખી હતી. તે નગરીમાં સુલસા જેવી પવિત્ર શ્રાવિકા, સુદર્શન જેવા શીલવાન પુરુષ, શાલિભદ્ર જેવા દૈવી સુખવૈભવવાળો ભદ્ર પુરુષ, પુણિયા શ્રાવકની સામાયિક જેવી બહુમૂલ્ય આરાધનાનો મહિમાવંત પ્રસંગ એ આ ભવ્ય નગરીની સાત્ત્વિક અને ગૌરવશાળી શોભા હતી. તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરનું ધર્મચક્ર પ્રજાના રોમે રોમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org