________________
(૩૪).
પ્રમાણપત્ર.
રા. રામ શેક ઠાકોરદાસ જમનાદાસ પંછ
મુંબઈ. '" જત આશીર્વાદ સાથે લખી જણાવવાનું કે તમારે કરેલો “સંસ્કૃત ભાષા પ્રદીપ નામનો ગ્રંથ હમેએ સાદ્યન્ત ધ્યાન દઈ તપાસે છે અને હમારી ખાતરી થાય છે કે એ ગ્રંથ મહર્ષિ પાણિનિસ્ત્રાર્થાનુસાર છે, ને એમાં કૃતાદિ, તદ્ધિત અને ઉણાદિ પ્રાતિપદિકે સાંધવાના તથા પ્રાતિપાદિકના રૂપો સાંધવાના નિયમોના તથા વેદના વ્યાકરણને લગતા નિયમના વિષયે શિવાયના તમામ વિષયે નિઃશેષ તેમજ અનન્યસાધારણ રીતે લખેલા છે અને તેઓની ગોઠવણ તથા તેઓની કલમોની બાંધણું પણ ઘણું જ સરલ અને ગ્ય અનુક્રમવાળી છે તેથી એ ગ્રંથ સંસ્કૃત વિદ્યાના અભિલાષીઓને ખરેખર ભણવા ગ્ય અને સહેલાઈથી ટુંક વખતમાં ભણાય તે છે.
ગુજરાતી ભાષાના ગ્રંથોમાં આવા ગ્રંથની ખરેખર ખોટ છે ને તે પુરી પાડવા આ તમોએ જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે કે તે જોઈ હમે ઘણાજ ખુશી થયા છીએ. હમારી ખાતરી છે કે એ ગ્રંથ ગુજરાતી ભાષાના ઉંચી પંકિતના અને અત્યુપયોગી ગ્રંથમાંને એક થઈ પડશે ને જે યોગ્ય અધિકારીઓ એ ભણવા તથા બાળકોને ભણાવવાને ઘટતું કરશે તો ગુજરાતવાસી આયાની ભૂલ ભાષા તથા તેના ગ્રંથે ધીમે ધીમે સજીવન થશે અને તેઓની ખરી ખુબી તથા ખરા અથે તેઓના જાણવામાં આવશે એટલું જ નહીં પણ સંસ્કૃત ગ્રંથોના તરજુમાઓ પાછળ થતી મહેનત તથા ખરચ બીજા સારા ઉપયોગમાં લેવાશે, તેમજ તરજુમાએમાંથી થતા કેટલાક અનવે પણ દૂર થશે અને બીજા પણ અનેક ફાયદાઓ થશે. - - મુંબઈ શકે ૧૮૩૧ના આષાઢ સુદિ } લિ. શાસ્ત્રી જીવરામ લલ્લુભાઈ રાયકવાલ ૪ ને સોમવાર.
વ્યાકરણાચાર્ય–કાશીની રાજકીય પ્રધાન સંરકૃત પાઠશાલાની વ્યાકરણની ખંડ પરીક્ષાએમાં ઉત્તીર્ણ થયેલા તથા શેઠ ગોકુલદાસ તેજ
પાલની સંસ્કૃત પાઠશાલાના મુખ્ય અધ્યાપક. લિ. શાસ્ત્રી ત્રિભુવન ધનજી ધ્રોલવાળા કાશીની રાજકીય પ્રધાન સંસ્કૃત પાઠશાલાની
વ્યાકરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તથા મુંબઈની શેઠ દેવીદાસ લલ્લુભાઈની પાઠશાલાના અધ્યાપક.