________________
જેટલે પૈસાને લાભ ત્યાં થાય છે તે કરતાં કઈક વધુ થાય એટલી વિદ્યા આવે ત્યાં સુધી જ ભણી ચાલતા થાય છે, તે જોઈએ તેવું બતાવે છે; ને અંગ્રેજી પુસ્તકથી સંસ્કૃત ભણવામાં જે પુસ્તકેથી ભણાય છે તે જોઈએ તેવાં ન હોવાથી એ ભાષાનું સંપૂર્ણ જ્ઞાને તે સંસ્કૃત ગ્રંથની છેવટે મદદ લીધા વગર કેઈને થતું જ નથી, ને ખપજેગુ થવામાં પણ એટલી કઠિનતા પડે છે કે ઘણા કંટાળી ડું ભણી છેડી દે છે, ને કેટલાક જે ઠેઠ સુધી ભણે છે તેઓ પણ એ ભાષા પરીક્ષાઓની જરૂરીઆત પૂરી પાડવાના હેતુથી ને મુખ્ય ને બદલે “સેકન્ડ લેંગ્વજ" ના ભાવથી ભણે છે, એટલે તેમાંના ઘણાખરાને દ્રઢ જ્ઞાન થતું નથી, ને ભાવ તેવું ફળ થાય છે, ને કેઈકજ જે પાછળથી સંસ્કૃત ગ્રન્થની મદદ લે છે તેને પુરું જ્ઞાન થાય છે, ને તે મુંબઈ યુનિવર્સિટિની ૧૮૬૫ થી ૧૯૦૯ સુધીના ૪૫ વર્ષ દરમ્યાનમાં થયેલી “એમ. એ.ની પરીક્ષાઓમાં માત્ર ૧૧ જ ગુજરાતી સંસ્કૃતમાં પાસ થયા છે, ને તેમાં પણ ૧૯૦૯ માં ૧૧ ગુજરાતી માં માત્ર એકજ સંસ્કૃતમાં પાસ થયે છે તે જોઈએ તેવું બતાવી આપે છે. એ કારણને લીધે ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના વ્યા
કરણની ખરે ખરી ખેટ છે, ૩. ગુજરાતી નિશાળમાં ૪થા થી ૭માં ધોરણમાં યોગ્ય ફેરફાર કરી સંસ્કૃત ભાષા
દાખલ કરવામાં, અને જેમ ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગદ્યપદ્યની ચેપડીએથી શિખવાય છે તેમ સંસ્કૃત ભાષા, સંસ્કૃત વ્યાકરણ અને ગદ્યપદ્યના સમાવેશવાળા હિતેપદેશ જેવા ગ્રંથથી શીખવામાં જરા પણું હક્ત આવે તેમ નથી; ઉલટું એમ કરવાથી વિદ્યાથીઓ સામાજીક વ્યવહારની ગુજરાતી ભાષા વેહેલી ને સારી શિખશે, ધાર્મિક વ્યવહારની સંસ્કૃત ભાષા પણ શિખશે, રાજદ્વારિક વ્યવહારની અંગ્રેજી ભાષા શિખવાની લાયકાત પણ વધારે મેળવશે, સઘળા વ્યવહારમાં જોઈતું જ્ઞાન પણ વહેલું સંપાદન કરશે, ને બચપણમાં એગ્ય વયેજ સત્વગુણવાળી સંસ્કૃત વિદ્યાના શુભ સંસ્કાર પામેલા હોવાથી આગળ જતાં હસ્તામલકજેવી ચીજો કેઈન
બતાવ્યા વગર જોઈ શકશે, ને એક સંસ્કૃત ગ્રંથ પરથી લખાતા અનેક ગ્રન્થ વાંચવામાં થતી પૈસા તથા આયુષની હાનિથી પણ બચશે, એટલે એક રીતે ખરચમાં ફાયદો મેળવશે, આયુવમાં વધશે ને આખરે જન્મનો હેતુ પણ પાર પાડી શકશે, તેમજ પિતાના ઐહિક સુખ શેમાં સમાયેલા છે, ને તે શી રીતે પ્રાપ્ત કરી શકાય તેના
ગ્ય રીતના વિચારે ને ઉપાયે પિતાની મેળે કરી શકશે, ને એ રીતે ઘણા ગુજરાતીઓ લાભ લઈ શકશે એટલે એવી પ્રજા જોઈ રાજક્તને પણ સતેષ થશે.
ઈશ્વર એગ્ય પુરૂષને ગુજરાતીબંધુઓ વાસ્તેની ઉપર બતાવ્યા પ્રમાણેની ગુજરાતી ભાષામાં સંસ્કૃત વ્યાકરણની ખોટ પૂરી પાડવા સારૂના, અને ગુજરાતી નીશાળામાં એ ભાષા ભણાવવા સારૂના આ હમારા લેખને યોગ્ય વિચાર અને ઘટતે ઉપયોગ કરવા સદબુદ્ધિ આપે.]
અકબર ૧૯૧૦ ના મુંબઇના “ભારત જીવન ચોપાનીઆમાં આવેલે મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ. આ ગ્રંથની એક નક્લ હમને તેના કર્તા મી. ઠાકરદાસ જમનાદાસ પંછ તરફથી અભિપ્રાયાર્થે મળી છે. અમારા મનમાં કેટલેક વખત થયાં સંસ્કૃત ભાષાના અધ્યયન વિષે જે