Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 358
________________ ૪૮ તત્વજ્ઞાન, આદિ સર્વ ભંડાર સંસ્કૃત ભાષામંદિરમાં છે. તે પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાને તે સંસ્કૃત ભાષા શિખ્યા વગર ચાલેજ નહિ. વિશેષતઃ આજકાલ કેટલાક લેખકે સંસ્કૃત જ્ઞાનના અભાવે શુદ્ધ લેખનના આડંબરમાં પડીને લખવામાં કેટલાક એવા બેટા પ્રવેગ કરે છે કે તે તરફ તજજ્ઞ વિદ્વાને હસ્યા વિના રહે નહિ. જેમ, “શ્રીયુત્ ” “નૈતિક,” “બુદ્ધિવાન ઈત્યાદિ અનભિએ વાપરેલા આવા શબ્દ ભાષામાં પ્રચાર પરંપરા પામીને ભાષાની અર્ધગતિ માત્ર કરે છે. આ અગતિ અટકાવવાનું મુખ્ય સાધન માત્ર સંસ્કૃત ભાષાના ધાતુ, પ્રકૃતિપ્રત્યય ઈત્યાદિનું જ્ઞાન છે–અર્થાત્ સંસ્કૃત વ્યાકરણનું જ્ઞાન છે. - આ જ્ઞાન મેળવવા માટે ઘણુ જણ આતુર હોય છે, પણ તેમને ગુરૂની સહાયતા વગર અવકાશના વખતમાં અભ્યાસ કરીને સંસ્કૃત ભાષા શિખવી શકે એવું સાધન દુર્લભ છે. કેટલાક વર્ષો ઉપર એક “વ્યાકરણલેશ” નામે પુસ્તક કાશીમાં રચાયું હતું અને તેનું ભાષાન્તર અમદાવાદની ટ્રેનિંગ સ્કૂલમાં શિખવવામાં આવતું હતું. તે પછી શાસ્ત્રી ચિપલુનકરનું તથા ડો. ધીરજરામ દલપતરામનું વ્યાકરણ પ્રગટ થયું હતું. પહેલામાં ભાષા સાથે વ્યાકરણ શિ. ખવવાની પદ્ધતિ ગ્રહણ કરી હતી, પણ તેથી માત્ર સંસ્કૃત ભાષાનું દિગ્દર્શન થવા ઉપરાંત વિશેષ જ્ઞાનપ્રાપ્તિ થાય એમ નહતું. બીજા બેમાં પ્રતિપાદિક અને ક્રિયાપદનાં રૂપે ગોખવા પર મુખ્ય આધાર હતું જેથી તે પણ શિખનારને અનુકલ નહેતાં. તે પછી ડે. ભાંડારકરની “માર્ગેપદેશિકા” અને “મદિરાંતઃપ્રવેશિકા” પ્રચારમાં આવી. આ બે પુસ્તકમાં વ્યાકરણની લગભગ બધી પ્રક્રિયામાં સમાવવાને યત્ન કરવામાં આવ્યું હતું અને ઉત્તરેત્તર જે આવૃતિઓ થતી ગઈ, તેમાં તેજ યત્ન ચાલુ રાખવામાં આવ્યું હતું તથા તે સાથે ભાષા શિખવવાની રચના કરી હતી, જેથી શાળાઓ માટે આ પુસ્તક અગત્યના થઈ પડયાં. તથાપિ તે એટલાં કઠિન થયાં કે ગુરૂ વગર વિદ્યાર્થીઓ શીખી શક્યા નહિ. એજ પદ્ધતિ ઉપર કદાચ એને બદલે છ પુસ્તક કર્યા હતા તે તે વધારે ઉપયોગી થાત. સંસ્કૃત વ્યાકરણકારોએ વ્યાકરણના નિયમ સ્મરણમાં રાખવાને થેડા અક્ષરેમાં ઘણે અર્થ સમાવીને સૂત્રે કર્યા છે, તથા સંજ્ઞા પરિભાષા પણ કરી છે. ઉપર ઉપરથી જોનારને તે નકામા બેજા જેવી લાગે, તથાપિ લગાર ઉડા ઉતરીને વિચાર કરે તે, શિખનારને તે કેટલે બધે શ્રમ બચાવે છે તે તરતજ ધ્યાનમાં આવે એવું છે. પરંતુ માર્ગેપદેશિકાના રચયિતાના મનમાં ભાષા શિક્ષણ મુખ્ય અને વ્યાકરણ પણ હશે તેથી યથાકથંચિત રૂપસિદ્ધિ કરાવીને ભાષા શિખવવાનું આરંવ્યું જણાય છે અને વ્યાક રણના નિયમે સૂત્ર રૂપ ન આપતાં તેનું સવૃત્તિક ભાષાન્તર આપ્યું હોય એમ દેખાય છે. અસ્તુ, એજ તેના કાઠિન્મનું કારણ હશે. આ કારણથી હજી પણ ઘણું સંસ્કૃત ભાષા જીજ્ઞાસુ કેઈ સુગમ માર્ગની શેધમાં હતા. તેવામાં વિર્ય રણછોડભાઈએ લઘુસિદ્ધાંત કામુદીનું ગુર્જર ભાષાન્તર કર્યું. સંસ્કૃત શિખેલાને તે સહેલું ભાસે, પણ નવીનને તેમાં પણ મુશ્કેલી ભાસતી અમે જોઈ છે. તે પછી આજ અમારા હાથમાં ર. . ઠાકરદાસ જમનાદાસ પંછ એમણે પિતાનું કરેલું “સંસ્કૃત ભાષા પ્રદીપ” નામે વ્યાકરણ મૂકયું છે. સંસ્કૃત વ્યાકરણને અભ્યાસ કરતી વખતે કરેલી સંક્ષિપ્ત નોંધને એકત્ર કરી, કમવાર ગોઠવી સુધારી વધારીને પુસ્તકાકારમાં બહાર પાડી હોય તેવું આ પુસ્તક ઉપર ઉપરથી જોતાં જણાય છે. એમાં પણ સૂત્રને બદલે તેના અર્થાત્મક નિયમે આપ્યા છે, અને તે પણ એક જગાએ સામટા આપી દીધા છે. પ્રત્યેક નિયમ ઉદાહરણથી સ્પષ્ટ કરવાને જે શ્રમ કર્યો હેત તે બેશક પુસ્તકનું કદ વધી જાત; પણ તેમ કર્યા વિના નવીન શીખનાર તેમાં પ્રવેશ કરવાને શક્તિમાન થાય નહિ, એ પણ સ્પષ્ટ છે. એમ છતાં ગુજરાતી દ્વારા સંસ્કૃત વ્યાકરણ શિખવાની ઈચ્છાવાળાને આ એક ઉપયોગી

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366