________________
૪૭
તેઓ સંસ્કૃત ભાષાને સજીવન કરવાના સ્તુત્ય ઉત્સાહને વિશેષ ખિલવશે અને અન્ય સાહિત્યસેવાઓ બજાવી આવા અનેક ઉપયોગી કાર્યો કરશે.
4
તા૦ ૨૫-૯-૧૯૧૦ ના સુરતના “ ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણ” પત્રના મત. સંસ્કૃત ભાષા પ્રદીપ.
સંસ્કૃત ભાષાઉપર અજવાળું નાંખનાર યથાર્થ નામ · સંસ્કૃત ભાષા પ્રીપ' નામનુ’ પુસ્તક રા૦ રા૦ ઢાકારદાસ જમનાદાસ ૫જીએ પ્રયાયું છે. સ`સ્કૃત ભાષાની અનેક આંટિ એને અતિ શ્રમ લઇ ઉકેલવાના અને ગુજરાતી ભાષામાં તેનું વિવરણ કરવાનો આ પ્રથમ પ્રયાસ છે. ઉપેક્ષિત ભાષાપ્રતિ સુજ્ઞ ગુર્જરનુ લક્ષ ખેંચવું અને તેના અભ્યાસને વાસ્તે માર્ગ સરળ કરી આપવા એ કર્જાના સ્તુત્ય વિચાર જણાય છે. સંસ્કૃત દ્વારાજ સંસ્કૃતના અભ્યાસ કરનાર વર્ગ હાલમાં અલ્પ છે—નથીજ કહીએ તે પણ બહુ ખોટુ નથી. હાઇસ્કૂલમાં અંગ્રેÖ પુસ્તકેદ્વારા તેના અલ્પાનલ્પ અભ્યાસ થાય છે, અને તેથીજ પાઠશાળામાં ભણુતા વિદ્યાર્થી એને એક સારા સંસ્કૃત-ગુજરાતી પુસ્તકની જરૂર હતી. જરૂર આ પુસ્તક પુરી પાડશે એવી આશા છે.
અંગ્રેજી ભાષાના અપ્રતિહત પ્રચાર અને તે ભાષામાંજ લખાયલાં સ`સ્કૃત પુસ્તકામાં ટેવાયલી બુદ્ધિને લઈ પારિભાષિક શબ્દોથી પૂર્ણ આ પુસ્તકને હાઇસ્કૂલમાં ભણનારા યુવક બહુ લાભ લે એવું અમારૂં માનવું નથી. તેપણુ શિક્ષિત વર્ગને આ પુસ્તક અમુક અંશે લાભદાઈ તા છેજ.
વિષયાનુક્રમ કઇંક નવા પ્રકારના છે. પહેલા અને ખીજા પ્રકરણમાં અક્ષર વિચાર અને સંધિ વિવરણુ છે. ત્રિજા પ્રકરણથી ધાતુ શરૂ થાય છે; અને તેમાં એટલી બધી વસ્તુને અથઇતિ નિઃશેષ સમાવેશ થએલે છે કે સાધારણ અભ્યાસકનું ધૈર્ય ભાગ્યેજ ટકી શકે. ત્યાર પછી પ્રાતિપ્રદ્ઘિક, સમાસ વિગેરેનાં પ્રકરણા છે તેમાં યેાગ્ય ક્રમમાં નિયમ અપવાદ વિગેરે સચાટપણે સમજાવેલાં છે. વાકયરચના વિષેનું સાતમું પ્રકરણ ખાસ કરી ઉપયોગી થઈ પડશે એવી અમને આશા છે. આવી રીતે વિષયાનુક્રમ અમુક ધારણપર છે. ‘જીતુ એટલું સારૂં અને નવું એટલુ નઠારૂ'' એવુ અમારૂ માનવું નથી; તે પણ અમને શકા છે કે તે ક્રમ અશિક્ષિત અભ્યાસકને સરળ અને રસમય થખું પડે.
સંસ્કૃત ભાષા જ્ઞાન પ્રચાર અર્થે કર્તાએ લીધેલા અનન્ય શ્રમને વાસ્તે દરેક સુન્ન ગુર અન્ધે તેના ઉપકૃત છે; અને તેથી ગુજર બન્ધુએ પુસ્તકની ક્દર ખુજી ચૈાગ્ય ઉત્તેજન આપશે એવી અમારી આશા અને વિનંતિ છે.
છેવટમાં અમારે જણાવવું જોઇએ કે જો પુસ્તકની કિમ્મત રૂા૦ રૂ કરતાં ઓછી હોત તે તેના લાભ વિશેષ લઇ શકાત.
સંવત ૧૯૬૭ ના કાર્તિકના વડાદરાના “ કેળવણી” ચાપાનીઆમાં આવેલે મત.
संस्कृत भाषा प्रदीप.
ગુજરાતી ભાષાનું સારૂં જ્ઞાન થવાને સંસ્કૃત ભાષાનું જ્ઞાન કેટલું આવશ્યક છે તે સર્વને એટલું સુવિદિત છે કે તેને તર્કથી પ્રતિપાદન કરવાની આવશ્યકતા નથી. એજ કારણથી આ રાજ્યની ગુજરાતી શાળાઓમાં સંસ્કૃત માર્ગોપદેશિકાનું શિક્ષણુ દાખલ કરવામાં આવ્યુ હતું. આપણા દેશના કાવ્ય, નાટક, આખ્યાયિકા, જ્યાતિષ, વૈદ્યક, વ્યાકરણ, ઇતિહાસ,