________________
૪૯
પુસ્તક છે. એની ભૂમિકા ઘણી બોધક છે તથા તેને નીતિશાસ્ત્રાદિકના ઉતારા આપીને રસિક કરી છે. આ પુસ્તકનાં આઠ પ્રકરણ કર્યાં છે. પહેલામાં અક્ષર વિચાર અને ખીજામાં સંધિ વિચાર છે; ત્રિજામાં ધાતુ અને પ્રત્યયા તથા સાધાતુક અને આધૃધાતુક પ્રત્યયાની સમજ, પ્રત્યયનિમિત્ત થનારા ફેરફારો, અને ધાતુઓના રૂપો આપેલા છે; ચોથા પ્રકરણમાં પ્રાતિપત્તિક અને તેનાં રૂપો આપ્યાં છે. પાંચમા પ્રકરણમાં અવ્યય, છેડ્ડામાં સમાસ, સાતમામાં વાકય ૨ચના અને આઠમામાં કેટલાક પરિશિષ્ટો આપેલાં છે જેમાં લેાહિતાદિ ગણા અને ધાતુકેશ વગેરેનો સમાવેશ કર્યો છે. અર્થાત્ સંસ્કૃત વ્યાકરનુ સામાન્ય જ્ઞાન મેળવવાને જે કાંઈ જોઇએ તે બધાના અહીં સંગ્રહ કરેલ છે. ગ્રંથકાર લખે છે કે દરરોજના બે કલાક પ્રમાણે જો કાઇ ખાર માસ યત્ન કરે તો આ ગ્રંથ સપૂર્ણ શિખી શકે. ભાષા ગુજરાતી છે અને સમજવાને કણ ન પડે એમ સ્પષ્ટ શૈલીથી લખી છે, તેથી બુદ્ધિમાન ગુજરાતી ભાષાના જ્ઞાનવાળા ગુરૂની સહુજ મદદથી આ પુસ્તકના યાગથી સસ્કૃત વ્યાકરણનુ` જ્ઞાન મેળવી શકે. એમ છતાં ગ્રંથ રચના આરંભના શિખનારને અનુકૂલ આવશે કે નહિ તે વિષે અમને સ ંદેહ છે. ગ્રંથમાં પ્રાયશઃ દરેક પ્રકરણમાં નિયમો એકત્ર કરીને આપ્યા છે તથા શબ્દનાં રૂપ અન્યત્ર સમુદાયમાં આપ્યાં છે, તેથી શબ્દસિદ્ધિમાં નવીનને ગુંચવાડા થવા જેવું છે. આવુંજ પુસ્તક વ્યાકરણનુ લખવાને બદલે પાણિનિની અષ્ટાધ્યાયી ઉપરની કાશિકાવૃત્તિ જેવા એકાદ પુસ્તકનુ’ ભાષાન્તર ક્યું" હોત તોપણ ચાલત. એમ છતાં ગ્રંથકારે જે વિપુલ માહિતીના સંગ્રહ કર્યાં છે તથા તેમ કરવામાં અને તેને ક્રમે ગોઠવી પુસ્તક રૂપે બહાર પાડવામાં જે પરિશ્રમ કર્યાં છે તે વખાણવા ચેાગ્ય છે. પુસ્તક મેટા નાં ૩૭ ફારમનુ છે. કીમત રૂ. ૩ છે, તે યદ્યપિ શ્રમના પ્રમાણમા વધારે નથી તથાપિ ના પ્રમાણમાં જો ઓછી રાખી હોત તો સંસ્કૃત ભાષાના જીજ્ઞાસુ આછા પગારના શિક્ષકોને પણ અનુકૂલ થાત. સ્કૂલમાં અને કોલેજોમાં 'સ્કૃત શિખતાં વિદ્યાર્થી ઓને વ્યાકરણના વિષય સારા સમજ્જામાં આ પુસ્તક સારી મદદ આપશે એમ ઇચ્છીએ છીએ.
આશ્વિન કૃષ્ણ૦ ૧૪ સંવત્ ૧૯૬૬ના વડાદરાના મહાકાળ” ચેપાનીઆમાં આવેલે મત. સંસ્કૃત ભાષા પ્રીપ—(કર્તા તથા પ્રસિદ્ધ કરનાર રા. રા. ઢાકાદાસ જમનાદાસ પંજી, મુંબઈ, મૂલ્ય રૂ. ૩-૦-૦-) સંસ્કૃત ભાષાના અભ્યાસ કરવા ઇચ્છનારને સાહાય્યભૂત થઈ પડે, એ હેતુથી આ ગ્રંથ લખવામાં આવ્યા છે, અને તેમાં તેના વિદ્વાન લેખકે ઘણે અંશે વિજય મેળવ્યેા હાય, એમ જણાય છે. ગુજરાતી ભાષામાં આવા ગ્રંથા કવચિતજ રચાય છે, અને તેથી ગુજરાતી જાણનારા પરંતુ સંસ્કૃત ભાષાના અભ્યાસ કરવાની આતુરતાવાળાને પાતાની આતુરતા પૂર્ણ કરવાનાં સાધનોની અહુજ ન્યૂનતા હોય છે. આ સમયમાં આ ગ્રંથ, અંધકારમાં પ્રદીપની પેઠે, વિદ્યાર્થી ઓના માર્ગને પ્રકાશિત કરનાર થઇ પડે, એ સહેજ છે.
તા. ૫ માહે સપ્ટેમ્બર સન ૧૯૧૦ ના વડાદરાના ખરડા ગેઝેટ” પત્રમાં આવેલા મત. संस्कृत भाषा प्रदीप ૧
ઈંગ્રેજી ભણેલાઓને માટે સંસ્કૃત ભાષા અને સાહિત્ય શિખવા માટે ડૉ. ભાંડારકરકૃત, સ્વ.સી.ગોળેકૃત, અને મી. કાલે, ડા. ક્લ્યાન આદિ અનેક વિદ્વાનકૃત વ્યાકરણશાસ્ત્રના પુસ્તકા પ્રચારમાં છે. પણ માત્ર ગુજરાતી ભણેલાને સંસ્કૃત વ્યાકરણ તથા વાડ્મય શિખવા ૧ કર્તા–સી. ઠાકાદાસ જમનાદાસ પ’જી. ૧૧૮ દાદીઠ અગીયારી સ્ટ્રીટ, મુંબઈ, કિં. રૂ ૩