Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 360
________________ ૫૦ માટે અત્યાર સુધીમાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકામાં જો કોઇ પણ હોય તો તે મી. પાંજીનુ અનાવેલું. સંસ્કૃત માત્રા પ્રરૂપ છે. આ પુસ્તકની એક નકલ અમારા અભિપ્રાય માટે તેના કર્તા સી. ઠાકારદાસ જમનાદાસ પછ એમના તરફથી આવેલી છે. સંસ્કૃત લઘુ કામુદ્દીનુ” ભાષાન્તર સાક્ષર મી. રણછોડભાઇ ઉદયરામ તરફથી ઘણા વરસથી પ્રસિદ્ધિમાં છે, પણ તે કેવળ પારિભાષિક હાઈ શાસ્ત્રીની મદદ વિના શિખી શકાય એમ નથી. પણ મી. પંજીનુ પુસ્તક એવી રીતે થયું છે કે તે કાઇ પણુ ગુજરાતીના સાધારણ ગામવાળ જીજ્ઞાસુ માણસ સહેલાઇથી જો ખંત અને ઉત્સાહ હોય તો કોઇ પણ પ્રકારની બહારની મદદ શિવાય સ્વબુદ્ધિબળથી શિખી શકે એમ છે. અમે એ પુસ્તક સાદ્યંત જોયુ છે. અને અમે ખુશીથી જણાવીએ છીએ કે એમાં જે રચના કરવામાં આવી છે તે કેવળ ઉછરતા તેમજ પ્રાઢ ઉત્તમ પ્રકારના વિદ્યાર્થીઓને અનુલક્ષીને કરવામાં આવી છે. સિદ્ધાંત કામુઠ્ઠીમાંની વૈદ્યક પ્રક્રિયા અને એવા ખીજા કેટલાક વિષયા કે જે લાકિક સંસ્કૃત સાહિત્યમાં બહુ આવશ્યક નથી તે ખાદ્ય કરીને સ`પૂર્ણ વિષય સરલ રીતે સદૃષ્ટાંન્ત સપપત્તિપૂર્વક આપવામાં આવ્યા છે. અમારી પૂર્ણ ખાતરી છે કે આટલા ગ્રંથ સારી રીતે સમજીને કેાઇ શિખશે તે તે રામાયણ અને મહાભારતાદિ જેવાં પવિત્ર અને ઉત્તમ કાવ્યા, જેના પઠન વિના હિંદુનુ હિંદુપશુ સિદ્ધ નથી તે, સારી રીતે કાવ્યના રસાસ્વાદન પૂર્વક સમજી શકશે. આ ઉપરાંત અન્ય સકલ શાસ્રીય ગ્રંથામાં પણ તેને સારે। પ્રવેશ થશે. અમે આ પુસ્તકને સ'પૂર્ણ વિજય ઈચ્છીએ છીએ અને મી. પંજીને તેમની કૃતિ માટે ખરા અંતઃકરણથી ધન્યવાદ આપીએ છીએ. આશા છે કે સ`સ્કૃત શિખનાર દરેક ગુજરાતી વિદ્યાથી આની એક નકલ ઘરમાં રાખશે. સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે હાઇસ્કૂલમાં અને કાલેજમાં ભણતાં દરેક સંસ્કૃત વિદ્યાથીને પણ એ પુસ્તક એટલુજ ઉપયાગી છે. તારીખ ૧ લી. ડીસેમ્બર સન ૧૯૧૦ના વડાદરાના શ્રી સયાજી વિજય” પત્રમાં આવેલા મત. સંસ્કૃત ભાષા પ્રદીપ. સંસ્કૃત ભાષા શિખનારને માટે ઉપયોગી વ્યાકરણના આ ગ્રંથ અમને "અભિપ્રાયાર્થે મળ્યા છે. સંસ્કૃત ભાષા એ આર્યોંની માતૃભાષા છે. એ ભાષાના ગ્રંથોથી દરેક જાતના સાહિત્યનું જ્ઞાન મળવું દુર્લભ નથી. ઘણા પાશ્ચિમાત્ય આધુનિક વિદ્વાનો, અને પ્રાચીન ગ્રીકા, રામના અને આરએ પણ તેજ આપણી માતૃભાષા સંસ્કૃતના ગ્રંથો શિખીને વિદ્વાન થયા છે, પરંતુ ખેદ્યની વાત છે કે આપણા ગુજરાતી ભાઇઓનુ આજ આવી પવિત્ર માતૃભાષા તરફ દુર્લક્ષ જોવામાં આવે છે. વિદ્યાર્થીઓ જે આપણી ભાવિ આશા છે તે નિશાળમાં -સગવડતા હોવા છતાં ફ્રેંચ, ફારસી વગેરે ભાષાઓ લઈ સંસ્કૃત શિખતા નથી તે દિલગીરી ભરેલું છે. પરંતુ તેનું કારણ ભાષાના શિક્ષણ અને શિક્ષણના સાધનની ખામી એજ હાવાથી, આવા પુસ્તક લોકોની મને ત્ત સંસ્કૃત તરફ આકર્ષે તો તે સ ંભવત છે. હાલ પાઠશાળાઓ, સ્કૂલે, અને કાલેજોમાં જુદા જુદા ગ્રંથા વપરાય છે, જેમાં સિદ્ધાંત કામુટ્ઠી અને ડૉ ભાંડારકરની એ ચેપડી મુખ્ય છે. કૈમુઠ્ઠીમાં સંસ્કૃત ભાષાથીજ શિખવાનુ હોવાથી આપણને તે અઘરી જણાય છે. મી. ભાંડારકરની ચોપડીઓ ઉપર ચાટીયુ પોપટીયું જ્ઞાન અભ્યાસ કરી “ખી. એ.” અને “એમ એ” સુધીની પરીક્ષા આપે છે. આ ચાપડીઓના પસાર કરવા છતાં ઘણા એવા

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366