________________
૧૫
તેથી એ ભાષાના મૂળ ગ્રંથાના પોતાની વ્યવહારિક ભાષાથીજ સીધો ને સહેલી રીતે, યથાયેગ્ય લાભ લેવાનુ' ગુજરાતવાસી આર્યાંથી બનતુ ં નથી. કેટલાક આડક્તરી રીતે, એટલે સસ્કૃત અથવા અંગ્રેજી ભાષાથી સંસ્કૃત ભણવા પ્રયત્ન કરે છે, પણ જેમ વ્યવહારિક વસ્તુ વગર અવ્યવહારિક વસ્તુ ઓળખવી કઠિન પડે છે તેમ સંસ્કૃતથી સસ્કૃત ભણવું કઠિન પડે છે, ને અંગ્રેજીથી ભણતાં, એકતા તેમાં જોઇએ તેવા ગ્રંથ ન હોવાથી, ને તેમાં વળી એ ભાષા જે પેહેલા નંબરની જરૂરીઆતની છે તેને બીજા નખરની ગણીજ ભણાવવાથી ભાવ તેવું ફળ થાય છે. આના દાખલા એ જોઇએ તો આજ કેટલા વર્ષો થયાં. મુંબઇમાં મરહુમ શેઠ ગાકુલદાસ તેજપાલે ષટ્ના ભણાય તેવી એક માટી સંસ્કૃત પાઠશલા કહાડી છે, પણ તેના લાભ કેટલા ને કેવી રીતે લે છે તેના વિચાર કરીએ તો એમ કહેવામાં હરક્ત નથી, કે હજારમે હિસ્સે પણ તેમની ધારણા પૂરી પડતી નથી; તેમજ ૫-૭ વર્ષ થયા કેટલાક ધનવાના, કાઇ આહિન્કની, તેા કાઇ આત્મજ્ઞાનની, કાંઈ વેઢની, તો કેાઈ વૈદકની પાઠશાલા કહાડે છે, પણ તેમાંથી ભાગ્યેજ કાઈ પ્રવીણ થઇ નીકળતા હશે. વળી અંગ્રેજી ભાષાથી સંસ્કૃત ભાષા ભણનારાઓનો હિસાબ કહાડીશું તો માલમ પડશે કે ક્ષ્ા તથા કાલેજોમાં ભણતાં ગુજરાતી વિદ્યાર્થી એમાં ભાગ્યે અડધા એના લાભ લેવા જતા હશે, તે પૂર્ણ લાભ લેનારા તા ભાગ્યે એક ટકા પણ નીકળશે. આ બધુ જોઇએ તેવું બતાવી આપે છે કે જે ભાષા ભણવી હાય તેનું વ્યાકરણ પોતાની વ્યવહારિક ભાષામાંજ જોઈએ, ને તેથી ગુજરાતવાસી આર્યાં સારૂ ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની ખરેખરી ખાટજ છે. એ ખોટ હજી સુધી કોઇ ધર્મ ગુરૂએ, કે મહારાજાએ, તેમજ વિદ્વાન કે ધનવાન ગણાતાએ જોઇ નથી, ને જોઇ હાય તાએ પૂરી પાડી કે પડાવી નથી, તે રા. રા. ઢાકારદાસ જમનાદાસ પંજીએ જોઇ, તેને પૂરી પાડવા આ “ સંસ્કૃત ભાષા પ્રદીપ ” નામના જે ગ્રંથ રચી પ્રગટ કર્યાં છે તે ખરેખર આવકારદાયક છે; ને તેને માટે એમને અંતઃકરણ પૂર્વક ધન્યવાદ આપીએ છીએ.
એ ગ્રંથ સંસ્કૃત ભાષાના વ્યાકરણના ને ગુજરાતવાસીઓની પોતાની વ્યવહારિક ગુજરાતી ભાષામાં હાવાથી સ’સ્કૃત ભાષામાં રહેલાં અનુપમ વિદ્યાહુન્નરના ભંડારના ચાંપના તાળા ને ઇસારત માત્રથી ઉઘાડે એવા કુચીરૂપ છે, તેથી ગુજરાતી ભાષાના ગ્રંથોમાં ઊંચી પ`ક્તિના ને તેમાં પણ અપૂર્વ અને પેહેલા નંબરના ઉપયાગી છે; ને અમે ધારીએ છીએ કે તે તેવાજ રહેશે, કેમકે એમાં જોઇતા તમામ વિષયા, તેમાં કેટલાક શબ્દોના થતા ફેરફારો, તથા દરેકના નિયમો એવા ક્રમવાર ને ટુકાણમાં સ્પષ્ટ રીતે દાખલાએ આપી નિઃશેષ લખેલા દેખાય છે કે આથી વધારે સારા ને ઉપયેગી ગ્રંથ થવા કિઠન છે. વળી એ ગ્રંથ બીજી ભાષાએ માનાં એવા ગ્રંથા સાથે સરખાવતા સંસ્કૃત ભાષાની બાંધણીની ખુખી, દેવવાણીપણાની ખાતરી, અને જેમ જગતના વિવિધ પદાર્થોનાં ઉત્પત્તિ, સ્થિતિ, અને મેક્ષ અથવા નાશ તથા પુનરૂત્ત્પત્તિ થાય છે તેમ ભાષાના શબ્દોની પણ થાય છે તે, એ સઘળુ તા એ ગ્રંથજ બતાવી આપે છે; ને એ રીતે ભણનારને દરેક ઠેકાણે ઉતેજન આપી, આવતી બાબતે જાણવાની ઇંતેજારી ઉત્પન્ન કરી, ખરેખર ભાવથી ભણે તે ખાર મહિનામાં સંસ્કૃત ભાષાનું સંતોષકારક જ્ઞાન ઉપજાવે તેવા છે. હુમારા વિચાર પ્રમાણે તો અંગ્રેજી સાથે નિશાળા કે કાલેર્જામાં ભણતાં, કે પાઠશાલા આમાં ભણતાં, તેમજ ગુજરાતી સાથે કે હરકેાઇ વખતે ભણવા માંગતાં નાના મોટા સાને ચેાગ્ય ગોઠવણથી ભણેથી આ ગ્રંથ ઘણાજ ઉપયાગી થઈ પડે તેવા છે, અને લાઇબ્રેરીઓમાં પણ અવશ્ય રાખવા લાયક છે. અમને આશા છે કે ગુજરાતી ભાઇએ આ ગ્રંથની કદર કરી