________________
૩૬.
તે પાછળની મેહનત જોતાં વધારે નથી. આ ગ્રંથ કેઈ યુપીએન વિદ્વાને લખી પ્રગટ ક હેત તે દેશીઓને નહિ પરવડે એવી મેંઘી કિંમત રાખત એમ અમે ધારિએ છીએ. અમે મી. પંજીને તેમના આ ગ્રંથને માટે છેવટે મુબારકબાદી આપીયે છિયે કે ગુર્જર સાહિત્યમાં બીજા એવા કિમતી ગ્રંથે પ્રગટ કરવાને તેઓ શક્તિવાન થાય.
બુધવાર તા. ૭ મી ડિસેમ્બર ૧૯૧૦ ના મુંબઈના “જામે જમશેદ પત્રમાં આવેલ મત.
સંસ્કૃત ભાષા પ્રદીપ. આ ગ્રંથની એક પ્રત તેના ક્ત મીઠાકોરદાસ જમનાદાસ પંજી તરફથી અભિપ્રાયાર્થે અમને મળી છે તે ઘણું આનંદ સાથે સ્વીકારીએ છીએ.
ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનાં વ્યાકરણને જોઈએ તે સંપૂર્ણ ગ્રંથે આ પહેલેજ બહાર પડે છે. સંસ્કૃત ભાષા ભણવાને ઘણું ગુજરાતવાસી આર્યો તેજાર જોવામાં આવે છે પણ ગુજરાતી શાળાઓમાં એ ભાષા શીખવાતી નથી. કેઈક ખાનગી રીતે મીટ ભંડારકરની ઈગ્રેજીમાં કરેલી બે ચોપડીઓના ગુજરાતીમાં તરજુમા થયા છે તે માહેલી પહેલી ચોપડી શીખે છે ને બીજી તે ભાગ્યેજ કઈ શીખતું હશે. ઈગ્રેજી શાળાઓમાં ભણતાં પણ એ બે ઈગ્રેજી ચેપડીઓથી ભણાય છે, પણ તેથી જોઈએ તેવું જ્ઞાન થતું નથી, ને ભણનાર જંગ જગાએ કંટાળી જાય છે, ને ઘણુઓ ભણવાનું છોડી દે છે. કેટલાક ઈગ્રેજીમાં થયેલા ડો. કલહોર્ન, કે. મેકસમ્યુલર તથા મી) કાલેનાં વ્યાકરણની તથા ધાતુરૂપ કેષ, આટે ગાઇડ વગેરેની મદદ લઈ જેમ તેમ કરી પરીક્ષામાં પાસ થવા જેટલું જ્ઞાન મેળવે છે, પણ તે ગ્રંથે પણ જોઈએ તેવા ન હોવાથી તે જ્ઞાન પણ. ઉપરટીઉં થાય છે, ને પરીક્ષા પૂરી થયે સ્થિર રહેતું નથી. યુનિવર્સિટિઓની પરીક્ષાઓમાં જતાં ગુજરાતી વિદ્યાર્થીઓ માંના ઘણા ફ્રેંચ, લૅટિન કે પર્શિયન ભાષા લે છે તે જોઈએ તેવું બતાવી આપે છે કે ઈગ્રેજથી પણ બરાબર ભણાતું નથી. સિદ્ધાંત કામુદી તથા લધુ કેમુદી સંસ્કૃત ભાષામાં છે, પણ
વ્યવહારિક વસ્તુ વગર અવ્યવહારિક વસ્તુ જાણી શકવી સાધારણ રીતે કઠિનજ પડે તેથી તે ગ્રંથી પણ નહી જેવાજ ભણી શકે છે, ને તેમાં પણ ઘણીવાર ભજન અથવા પૈસાની લાલચ હોય તેજ, ને તે પણ સાધારણ કમાવવાની શક્તિ આવે ત્યાં સુધીજ, ભણનાર ભણે છે. આના દાખલા મુંબઈમાં ચાલતી પાઠશાળાઓ જોઈએ તેવા પૂરા પાડે છે. એ રીતે સંસ્કૃત વિદ્યાના અભિલાષીઓથી સંસ્કૃત શિખવાનું બનતું નથી,ને સંસ્કૃત ભાષા તેમની ધર્મની બાબતેમાં આવશ્યક હેવાથી તે વગર તેમને ચાલતું પણ નથી. કેટલાક ગ્રંથેથી તે તેમને બાતલજ રહેવું પડે છે ને કેટલાક ગ્રંથેના તરજુમાએ તથા તરજુમાના તરજુમા થાય છે તેથી દેરવાવવું પડે છે, ખરે અર્થ ને ભાવ જાણી શકાતું નથી, ને એવા તરજુમાઓમાં તે લખનારા અને વાંચનારાની માનસિક ને શારીરિક શક્તિ, જે બીજા સારા ઉપયોગમાં લેવાય તે નહી જે ફાયદે લેવામાં વપરાઈ જાય છે, ને કેટલીક વખત તે અભ્રષ્ટ ને તતભ્રષ્ટ પણ કરે છે. વળી સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોવાથી તેમાં રહેલી અનેક અમૂલ્ય વિદ્યાઓ તથા હનને લાભ પણ લઈ શકાતું નથી ને આયુષ તથા પૈસાની અનેક રીતે હાનિ થાય છે. આ બધુ અટકાવવા અને ગુજરાતવાસીઓની ઈંતેજારી વ્યવહારિક ભાષામાં પુરી પાડવા આ “સંસ્કૃત ભાષા પ્રદીપ ગ્રંથ જોઈએ તેવું છે. એમાં સંસ્કૃત ભાષાનું સંતોષકારક જ્ઞાન મેળવવાને સંસ્કૃત વ્યાકરણના જોઈતા અંગે પગથીએ પગથીએ ચહડતા લખેલા છે, ને દરેક અંગમાં કરવાની પ્રક્રિયાઓ