Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 352
________________ દરેક વિષયે માટે ઉપાય જવામાં આવે છે, પરંતુ આવા ઉપાયથી પ્રાચીન કળા જ્ઞાન અને શાસ્ત્રીય જ્ઞાનને નાશ થશે, આમ કેટલાએક ભય દર્શાવે છે, અને તે ભય સત્ય પણ છે. પરંતુ પ્રવૃત્તિને લીધે તેને કઈ પણ વિચાર કરતા નથી. આવી જાતને પ્રયત્ન, શાસ્ત્રીય જ્ઞાનના સંબંધમાં પણ પ્રવૃત્ત થયેલ છે. અલબત એ પ્રયત્ન સારે છે, પરંતુ તેમ થવાથી કાળે કરીને શાસ્ત્રના મહાન ગ્રંથના પઠન પાઠનના અભાવે તે ગ્રંથે લુપ્ત થઈ જવાને પ્રસંગ આવી લાગે છે, એમ અમારું માનવું છે. કેળવણી ખાતામાં સંસ્કૃત ભાષા દાખલ કરતી વખતે વિદ્યાર્થીઓને થોડા સમયમાં અને ડી મહેનતમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણનું જ્ઞાન થવા માટે સરકાર તરફથી વ્યાકરણના ગ્રંથ રચવા માટે, કેળવણુ ખાતાના વિદ્વાનેને સૂચના કરવામાં આવી હતી, તે સૂચનાનુસાર ડોકટર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકરે સંસ્કૃત માર્ગો પદેશિકા તથા સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા નામના બે સંસ્કૃત વ્યાકરણનાં પુસ્તકે કર્યા છે. આ પુસ્તકનાં ગુજરાતીમાં પણ ભાષાંતર થયાં છે અને ઘણું વર્ષો થયા ઈગ્રેજી તથા ગુજરાતી સ્કૂલમાં કેળવણી લેતાં વિદ્યાર્થીઓને તે દ્વારા સંસ્કૃત ભાષા શિખવવામાં આવે છે. તે પછી કેટલાક વિદ્વાનેએ છૂટા છવાયા પ્રયત્ન કર્યા હતા ને હાલમાં કેટલાએક કરે છે. પરંતુ તેથી ડૅ૦ ભાંડારકરનાં પુસ્તકે મહિમા જેને તેજ રહ્યા છે. તેનું કારણ એટલું જ કે તેમણે કરેલ ગ્રંથી ધારેલું ફળ વિદ્યાર્થીઓને મળે છે. ભણતી વખતે પરિશ્રમ ઘણજ ડે પડે છે; નિયમેની રચના પણ, ઘણુંજ સાદી, સરળ ને બનતાં સુધી ટુંકાણમાં સમજાવેલી છે. આવાં કેટલાક કારણોને લીધે તેમનાં પુસ્તકે માન્ય થઈ પડ્યાં છે. માર્ગો પદેશિકામાં કંઈ સર્વ વ્યાકરણ શાસ્ત્ર સમાયેલું નથી ને તે તેમણે દાવે પણ કર્યો નથી; એ વાત તેમણે રચેલા ગ્રંથનાં નામ પરથી જ સિદ્ધ થાય છે. રા. ઠાકરદાસે સંસ્કૃત ભાષા પ્રદીપ' નામને એક સંસ્કૃત ભાષાના વ્યાકરણને ગ્રંથ ગુજરાતી ભાષામાં સમજણ સાથે બહાર પાડે છે, અને તેમાં વ્યાકરણને લગતા સર્વે વિષ નું વિસ્તારથી વિવેચન કર્યું છે. આ ગ્રંથના આઠ પ્રકરણ છે. પ્રથમ પ્રકરણમાં અક્ષરની ઉત્પત્તિ, તેના સ્થાને, પ્રયને વગેરે દર્શાવ્યા છે. બીજા પ્રકરણને પાંચ ભાગમાં વહેંચી નાંખીને તેમાં સ્વર, વ્યંજન, અનુસ્વાર તથા વિસર્ગ, સંધિના નિયમે આપ્યા છે. આ પ્રકરણ જરા લાંબુ થયું છે, પરંતુ તેમ કર્યા સિવાય કર્તાને છુટકે ન હતે. ત્રિજા પ્રકરણની અગ્યાર ભાગમાં રચના કરી છે અને તેમાં ધાતુ, ક્રિયાપદ, કૃદંત, અવ્યય વગેરેના નિયમે, પ્રત્ય, વિકરણે (ગણની નિશાનીઓ), સાર્વધાતક અને અર્ધધાતુક પ્રત્ય, વિકારક તથા અવિકારક પ્રત્યેક સ્વરાદિ અને વ્યંજનાદિ ધાતુના દ્વિત્વ વિષયક અભ્યાસમાં બનતા વિકારે, સન્નન્ત ધાતુ, ચડત ધાતુ, નામ ધાતુ, ભાવિ ભાવે કર્મબંધક ધાતુ વિષે નિયમ, તેના વિશેષ નિયમો, અર્થો વગેરેને વિચાર કરવામાં આવે છે. અન્ય ધાતુઓમાં પ્રેરક, સન્નન્ત, વડન્ત, પ્રેરકના સન્નન્ત, સન્નતના પ્રેરક વગેરે રૂપે સમજાવવા માટે યુધ ધાતુનાં સવે રૂપે આપવામાં આવ્યા છે. તે પછી કૃદંત પ્રકરણ વિષે લખવામાં આવ્યું છે અને તેના પણ સર્વે નિયમે, તથા અપવાદે દર્શાવવામાં આવ્યા છે. ચેથા પ્રકરણમાં પ્રતિપાદિકેને વિચાર કરવામાં આવ્યું છે. કારણ કે ધાતુઓમાંથી પ્રાતિપદિ બને છે. આ પ્રકરણમાં પ્રાતિપકિનાં, કૃદંતાદિકનું સ્વરૂપે વર્ણવવામાં આવ્યું છે અને તેમાં અકારાંતથી હકારાંત સુધીના પુલ્લિગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ તથા સર્વનામ શબ્દોનું અનુક્રમે નિયમ સાથે વ્યાકરણ કર્યું છે. પાંચમા પ્રકરણમાં અવ્યયેની સમજણ આપી છે. છઠ્ઠા પ્રકરણમાં સમાસને વિચાર કરવામાં આવ્યું છે. આના સાત વિભાગ કરવામાં આવ્યા છે ને તેમાં જુદા જુદા સમાસની સમજણ તેને લગતા નિયમે, વિક, અપવાદે વગેરે દર્શાવવામાં આવ્યા છે. સાતમું પ્રકરણ વાકયરચના

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366