Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 350
________________ કરી તે ભાષાના અભ્યાસને ઉત્તેજન આપવું. મી. પંજીએ ભૂમિકામાં બતાવ્યું છે તેમ હરકેઈ ભાષા જ્ઞાન મેળવવા માટે પ્રથમ પગલે તેનું વ્યાકરણ અવશ્યનું છે. ભાષાની દેખીતી ગુંચ. વાડા ભરેલી ભુલામણીની ચેજના બતાવવામાં વ્યાકરણનું જ્ઞાન એક દીવાને અર્થ સારે છે, કે જે દીવાના પ્રકાશ વડે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે અને હરકેઈદેખતે માણસ પિતાને માર્ગ સહેલથી મેળવી શકે છે. જે વ્યાકરણ માત્રને આપણે આ નજરથી જોઈએ તે મી, પંજીએ પિતાના પુસ્તકને જે પ્રદીપનું નામ આપ્યું છે તે નામ યથાર્થ રીતે અપાયેલું અમે ગણી શકીએ છીયે. વળી મી, પંજી પિતે એક વેપારી વર્ગના માણસ છે અને તેમ છતાં પણ ભાષા જ્ઞાન જેવા વિષય ઉપર ધ્યાન આપી બીજાઓને માર્ગ વધારે સરળ કરવા માટે તેમણે જે શ્રમ લીધે છે તે ખરેખર સ્તુતિપાત્ર છે. આ પુસ્તકની રચના આઠ પ્રકરણમાં કરવામાં આવી છે, જેમાં પહેલા છ પ્રકરણમાં સંધિ, ક્રિયાપદ, કૃદંત, નામ, સર્વનામ, વિશેષણ વિગેરેનું, વિભક્તિ પ્રત્યય, જાતિ ઈત્યાદિ પૃથક પૃથક શબ્દને લગતું જ્ઞાન આપી સાતમાં પ્રકરણમાં વાક્યરચના વિષે નિયમે દાખલ કરવામાં આવ્યાં છે, જયારે આઠમું પ્રકરણ ધાતુકેષ ઈત્યાદિ પરિશિષ્ટથી બનેલું છે. આ પુસ્તકની રચના ઉપરથી અભ્યાસમાં હરકેઈ વખતે શંકા કે મુશ્કેલી ઉભી થાય તે તે તેનું સંશોધન કરવા માટે તેને લગતા નિયમ શોધી કાઢવાનું ઘણું સુગમ પડે છે. તમામ મૂળ ભાષાઓની માફક સંસ્કૃત ભાષા ઘણી ગુચાવાડા ભરેલી તથા કઠિન માલમ પડે છે. સામાન્ય નિયમોમાં અપવાદે તે અગલે ડગલે આવી પડે છે. આવા ગંચવાડા માંહેથી જેમ બને તેમ સરળતા ઉપજાવવાને મીપંજીએ ખાસ મહેનત લીધી છે પરંતુ તેની સાથે અમારે એટલું જણાવવું પડે છે કે આ પુસ્તકની અંદર યાદશક્તિ ઉપર જરા વધારે બે મુકવામાં આવે છે. વળી સંસ્કૃત ભાષાને અભ્યાસ સહેલે કરવાને મી. પંજીને હેતુ આ પુસ્તકથી સરતે હેય એમ અમને લાગતું નથી, એટલે કે આ પુસ્તક માર્ગોપદેશિકાને અર્થ સારે તેમ નથી. શરૂઆતના વિદ્યાથીઓને નિયમની સાથે દ્રષ્ટાંતેની ખાસ જરૂર રહે છે, જયારે આ પુસ્તક મારફત નહીં જેવા વાકયની રચના પણ આખું પુસ્તક પૂરૂ થયા વગર કરી શકાતી નથી. એકસાથે ક્રિયાપદ કે નામને લગતા નિયમો આપી દેવા તે વ્યાકરણનું કામ છે, પરંતુ માર્ગેપદેશિકા માટે તે રચના અમને ઉચિત લાગતી નથી, તે પણ બીજી રીતે જોતાં સંસ્કૃત વ્યાકરણના પૃથક્કરણ તરીકે ખાસ વ્યાકરણનાજ અભ્યાસ માટે કે વ્યાકરણને લગતી શંકા કે મુશ્કેલીઓનું નિવારણ શોધવા માટે મીપંજીનું પુસ્તક ઘણું ઉપયોગી થઈ પડશે એ અમારે અભિપ્રાય છે. છેવટમાં ગુજરાતી ભાષાની તરફેણમાં રહીને પણું અમે મીટ પંજીના શ્રમને અનુ મદન આપીશું. સ્કૂલે તથા કોલેજોમાં ચાલતી પદ્ધત્તિનાં પરીણામે સંસ્કૃત ભાષા શિખવાનું કામ ઇંગ્રેજી ભાષાનાં સાધન શિવાય બીજી રીતે મુશ્કેલ થઈ પડયું છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ગુજરાતી ભાષામાં આપવાથી ગુજરાતી ભાષાનાં વ્યાકરણને અભ્યાસ પણ વધારે દ્રઢ થાય છે, અને તે ઉપરાંત ગુજરાતી ભાષા કે જે સાહિત્યમાં ઘણી પછાત પડી ગયેલી જોવામાં આવે છે તે ભાષાને ખિલવવા માટે તેની મૂળ ભાષા સાથે સંબંધ સાથે સાથે નિહાળવાથી ઘણે લાભ થાય એ સ્વભાવિક છે. તે કારણે ગુજરાતી ભાષાની અંદર પણ આ પુસ્તક દ્વારા એક જાતનાં સાહિત્યને ઉત્તેજન મળ્યું છે એવું અમે માનીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366