________________
૪૪
તત્વની પેઠે તેમાં કેટલેક અંશે સહાયક નિવડી છે. આથી સંસ્કૃત ભાષાનાં અગાને યોગ્ય રીતે જાણવાની અતિ આવશ્યક્તા છે.' કાઇ પણ ભાષાના યથાર્થ અભ્યાસ કરવા સારૂ પ્રથમ તે ભાષાનું વ્યાકરણુ જાણવાની ખાસ અપેક્ષા છે. વ્યાકરણને સંસ્કૃત કવિએ ભાષાના શીર્ષની ઉપમા આપે છે. વ્યાકરણના યથાર્થ અધ્યયન વિના ભાષાનું યથાર્થ જ્ઞાન કી પણુ થતું નથી. સંસ્કૃત ભાષામાં વ્યાકરણના મહાન ગ્રંથ રચાયલાં છે. પરંતુ જેમ પંચતંત્રના ક્ત વિષ્ણુશર્મા કહે છે તેમ અનંતવારં શિલ્ડ શબ્દશાસ્ત્ર શબ્દશાસ્ત્રના પાર અનંત-અંત વિનાના છે, એટલે સ્વલ્પ આયુ અને બહુ વિદ્નાથી સંકુલ એવા વીસમી સદીના પ્રવૃત્તિશીલ જમાનામાં એ મહાન ગ્રંથોનો સર્વ જિજ્ઞાસુ વિધાથીઓ યથાસ્થિત અભ્યાસ કરી શકે એમ નથી, તેથી વિદ્યાથી સરળતાથી અભ્યાસ કરી શકે એવી દ્રષ્ટિથી તેના અતિ આવશ્યક વિભાગોના સક્ષિપ્ત અને સારભૂત ગ્રંથા તૈયાર કરવાની અપેક્ષા રહે છે. સંસ્કૃત ભાષામાં પણ વ્યાકરણના આવા ગ્રંથા રચાયા છે, પરંતુ ગુજરાતી ભાષામાં તેવા ગ્રંથા ઉતાર્યા શિવાય ગુજરાતી વિદ્યાર્થી એ તેને અભ્યાસ સરળતાથી કરી શકશે નહી. સુપ્રસિદ્ધ, વયેવૃદ્ધ, વિદ્વાન. ડા. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરે આ ઉદ્દેશથી વ્યાકર્ણુના મુખ્ય મુખ્ય સિદ્ધાંતોને ‘માર્ગાપદેશિકા’ અને મદિરાંત પ્રવેશિકા માં વિદ્યાથી ઓના હિત માટે ઈંગ્રેજીમાં ઉતાર્યાં છે અને એ પુસ્તકના ગુજરાતી ભાષાંતરાએ અંગ્રેજી નહી જાણનાર વિદ્યાર્થીઓની અગત્ય પુરી પાડી છે. શ્રીમાન્ સયાજીરાવ ગાયકવાડે “ સંસ્કૃત જ્ઞાનમંજીષા ” નામની સરણી દ્વારા આજ ઉદ્દેશથી ગુજરાતી ભાષામાં એવા, સિદ્ધાંતોને ઉતારવા સારૂ સાક્ષર રા. કમળાશકર પ્રાણશંકર ત્રિવેદીની યાજના કરી હતી. તેમણે ડા. ભાંડારકરની ચેોજનામાં કેટલેક આવશ્યક સુધારા કરીને કેટલાક વર્ષ પૂર્વે પ્રથમ પુસ્તક પ્રગટ કર્યુ હતુ. તે પછી શ્રીમ'ત ગાયકવાડ સરકારની હંમેશની વિલખ નીતિ અનુસાર એ કાર્ય આગળ વધતુ અટકી પડયુ છે, એ અતિશય શોચનીય છે. રા. સા. કમળાશંકર જેવા ચાગ્ય અને પરિપકવ વ્યાકરણાભ્યાસીને હાથે જો એ કામ પુરૂ કરાવવામાં આવ્યું હત, તા બેશક તે વીદ્યાથી ઓને વિશેષ લાભપ્રદ થયા વિના રહેતજ નહીં. અમારા સાંભળવામાં છે કે રા. સા. કમળાશ’કર નવી પદ્ધતિ અનુસાર એક સંસ્કૃત સરણી તૈયાર કરે છે. આ ઉપરાંત મી. ગાલેની પણ એક અપૂર્ણ સરણી છે. વળી રાજકોટની સૈારાષ્ટ્ર પાઠશાલા તરફથી પણ એવા પ્રયત્ન થયલા છે.
• પ્રસ્તુત સંસ્કૃત ભાષા પ્રદીપ નામક ગ્રંથ તૈયાર કરવામાં પણ સંસ્કૃત વ્યાકરણના મુખ્ય મુખ્ય સિદ્ધાંતાને સરળતાથી વિદ્યાર્થીઓના મન ઉપર હસાવવાના રા. ઢાકારદાસના ઉદ્દેશ છે. તેમના પુત્ર રા. છગનલાલને તેમણે ૧૯ વર્ષના થયાં ત્યાં સુધીમાં સસ્કૃત અને ઈંગ્રેજી ભાષાનુ કેટલુંક જ્ઞાન પ્રાપ્ત કરાવ્યુ હતું. રા. ઠાકારદાસે સ`સ્કૃત ભાષામાં તેમને પ્રવીણ કરવા સારૂ વ્યાકરણના વિવિધ અંગેાના નિયમા શિખવવાની એક સરળ યેાજના ઘડી-ઘડાવી કાઢી હતી, અને એ ચેાજનાનું પરિણામ એ આ પ્રસ્તુત સંસ્કૃત ભાષા પ્રદીપ નામક ગ્રંથ છે. સાંપ્રતપ્રવૃત્તિશીલ સમયે પુત્રને અભ્યાસ કરાવવા સારૂ પાતે જાતે આવા કઠિન અને શ્રમસાધ્ય વિષયનુ અવગાહન કરીને એક સરલ ગ્રન્થ ચાજી-ચેાજાવી કાઢનારા શ્રેષ્ઠી પિતા જવલ્લા હાય છે. સ. ઠાકોરદાસે મંદ અધિકારીઓને અભ્યાસના સાધન રૂપ ભાષાગ્રંથામાં આવા ગ્રન્થની ન્યૂનતાને પરિપૂર્ણ કરવા સારૂ ગુજરાતી પ્રજાને પ્રસ્તુત ગ્રંથ સમપ્યા છે, તે માટે તેઓ ખરેખર પ્રશ'સાને પાત્ર છે. જો કે આ ગ્રન્થ કેટલેક અંશે ભાષાંતર છે, તેમ છતાં પણ તેમણે પ્રવૃત્તિમય પરમાણુ એથી વ્યાપ્ત એવી મુંબઇ નગરીમાં વસીને, પોતાના સમયના સદુપયોગ કર્યો છે, અને પોતાના પરિપકવ વિચારેને સુચિન્દ્વિત કર્યા છે, એ