Book Title: Sanskrit Bhasha Pradip
Author(s): Thakordas Jamnadas Panji
Publisher: Thakordas Jamnadas Panji

View full book text
Previous | Next

Page 345
________________ ૩૫ રચનાની સરલતા, તેમજ એ ગ્રંથની ગુજરાતી ભાષામાં અપૂર્વતા અને ગુજરાતી ભાઈઓને એવા ગંથની ખરેખરી આવશ્યક્તાને વિચાર કરતાં હમને લાગે છે કે એને ગુજરાતી ભાષાના ગ્રંથમાં ઉંચી પંક્તિને ને પહેલા નંબરને ગણવામાં કઈ ના પાશે નહીં. અત્યાર સુધી ગુજરાતી ભાષામાં સંસ્કૃત શિખવાનું આવા ગ્રંથરૂપી સાધન ન હતું, ને એના વિષયની કઠિનતા અને નીરસતાને તેમજ હાલનાં કાળમાં એને પ્રચાર કરવાની મેહનત તથા ખરીને વિચાર કરતાં પસાય તેવું ન હોવાથી, તે પૂરી પાડવા કેઈ આગળ પડયું હતું, તે જોઈ મી. પંજીએ એક વેપારી ગૃહસ્થ હોવા છતાં આ ગ્રંથ અનેક ભેગે આપી તૈયાર કી છે, તેને માટે સરવે ગુજરાતીભાઇઓએ તેમને ધન્યવાદ આપ ઘટે છે, અને તેમના એ ગ્રંથને સત્કાર કરી ઉપયોગમાં લેવે તેમજ લાઈબ્રેરીઓમાં રાખી તથા ઈનામમાં વહેંચી બીજાઓના ઉપયોગમાં લાવ જોઈએ છે. ૯મી અકબર ૧૯૧૦ ના મુંબઈના “રાસ્ત ગોફતાર તથા સત્યપ્રકાશ પત્રમાં આવેલે મત. “સંસ્કૃત ભાષા પ્રદીપ.” સંસ્કૃત ભાષા શિખવા માટે ગુજરાતી ભાષામાં એક સારાં વ્યાકરણની ખાસ જરૂર લાંબા વખતથી જણાતી આવે છે તે પૂરી પાડવા મી. ઠાકરદાસ જમનાદાસ પંજીએ ઉપલ ગ્રંથ પ્રગટ કરી ગુજરાતી ભાષાના ગ્રંથમાં એક અગત્યને વધારે કર્યો છે. હાલ ગુજરાતી ભાઈઓને સંસ્કૃત શિખવું હોય છે ત્યારે કયાં તે સંસ્કૃતિદ્વારા કે જ્યાં તે અંગ્રેજીદ્વારા શિખવું પડે છે, ને તે બેઉ દ્વારા અનેક મુશ્કેલીઓ હેવાથી નહિ જેવા એ ભાષા ભણી શકે છે, ને સંસ્કૃત વ્યાકરણને માટે સામાન્ય રીતે એવી છાપ પડી છે કે એ ઘણુંજ અઘરૂં ને કંટાળા ભરેલું છે, અને તેથી ઘણા ખરા હિંદુ છોકરાઓ પણ સ્કૂલમાં બીજી ભાષા તરીકે સંસ્કૃત છેડી લૅટિન, ફ્રેંચ, ફાસ વગેરે શિખે છે, પણ સંસ્કૃત શિખતા નથી, આનું પરિણામ એ આવ્યું છે કે તેઓને સંસ્કૃત ભાષાનાં જ્ઞાનના અભાવને લીધે ધર્મના ગ્રંથ વાંચવાની શ્રદ્ધા મંદ થઈ છે, અને તે ગ્રંથોના અર્થો મસમ્યુલર આદિના ભાષાંતરેના ગ્રંથ મારફત સમજવા પડે છે. ઘણીવાર એક ગ્રંથના અનેક ભાષાંતર થયેલાં હોય છે. તે બધા જતાં પણ ખરે અર્થ સમજી શકાતું નથી, ને પિસા તથા આયુષની હાનિ ભેગવવી પડે છે. આ બધુ અટકાવવાને ગુજરાતી ભાષામાં સંસ્કૃત ભાષાનાં વ્યાકરણની ખરેખરી ખોટ હતી ને તે પરી પાડવાનું કામ ખરેખરી વિદ્વત્તા અને ધીરજ તેમજ મેટા ખર્ચ વગર થવું પણ સામાન્યતઃ મુશ્કેલ હતું તે મી, પંજીએ આ “સંક્ત ભાષા પ્રદીપ” મારફતે સંતોષકારક રીતે પૂરૂ. કર્યું છે. એ સંસ્કૃત ભાષા શિખવાને એ સરળ છે કે ગુર્જર પ્રજાના ગ્રંથના એક નાકરૂપ નિવડશે, ને હાઈસ્કૂલે તથા કોલેજમાં અભ્યાસ કરતા તેમજ બીજા સર્વે વિદ્યાથીઓને અત્યંત ઉપયોગી થઈ પડશે. એ ગ્રંથની રચના એવી ખુબીદાર છે કે ભણનાર એ ભગવાને કંટાળવાને બદલે સામે ઉત્તેજન પામશે અને થડા વખતમાં સંતોષકારક જ્ઞાન મેળવશે. વળી કંઈ જેવું હશે તે જેમ કેષમાં જોઈ શકે છે તેમ જોઈ શકશે. ટૂંકાણમાં સંસ્કૃતને અભ્યાસ વધારવાને આ ગંથ જોઈએ તે છે, ને તેમ જે થશે તે આગળ જતાં “સંસ્કૃત વિદ્યાભંડાર” ને વધારે સારે ને બરાબર ઉપગ પણ થશે તથા ધર્મ સંબંધી અનેક ઝગડાઓ જે હાલ ચાલે છે તે પણ નિવૃત્ત થશે. એ ગ્રંથ જે દરેક માતપિતા પિતાના પુત્રને અપાવશે તેમજ નામદાર સરકાર કેળવણું ખાતામાં મંજુર કરશે તે ગુજરાતી વિદ્યાર્થીઓને માટે લાભ થશે. એ ગ્રંથની કીમત રૂ ૩) છે તે પુસ્તકનું રેલ ૮ પેજી બસે સતાણું પાનાનું કદ તથા

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366