________________
ઉપસંહાર કરતાં કહેવાનું જે મીપંજીએ એક વેપારી ગૃહસ્થ હેવા છતાં પિતાને કિંમતી વખતે અને પૈસાને ભેગ આપી ગુજરાતી ભાષાના ગ્રંથમાં આ પહેલા નંબરનો ઉપયોગી ગ્રંથ બનાવી ભાતૃભાષાની અને ગુજરાતી ભાઈઓની જે અમુલ્ય સેવા બજાવી છે, તે ખરેખર પોપકાર બુદ્ધિથી જ હોવી જોઈએ, ને તેને માટે તેમને અનેક ધન્યવાદ ઘટે છે, અને આશા છે કે સર્વે ગુજરાતી ભાઈઓ તેને લાભ લઈ અનેક ફાયદાઓ મેળવવા જરૂર ઘટતું કરશે. વળી આ જગેઓ હમે મી. પંજીને ભલામણ કરીએ છીએ કે જે એઓ એ ગ્રંથમાં કૃતાદિ તથા તદ્ધિત પ્રક્રિયાઓ જે મુકી દીધી છે તે બીજી આવૃત્તિમાં ઉમેરશે તે ગુજરાતી ભાષાના શબ્દ સુધારવાને જે ઘણું મહેનત કરી રહ્યા છે, પણ તેમાંના ઘણા ડ૦ ભંડારકરની ચોપડીઓથી સંસ્કૃત થોડું ઘણું ભણેલા હોવાથી “ વ્યવહારિક” જેવા ખરા શબ્દ છેડી “ વ્યાવહારિક” જેવા ખોટા શબ્દ ખરા છે એમ બતાવે છે, ને ખરાનું ખોટું કરે છે, તે તેમ કરતા અટકશે, અને ગુજરાતી ભાષા સુધારવાને ઉપાય પણ થશે. આ ગ્રંથની કીંમત રૂ. ૩) રાખવામાં આવી છે તે પણ કેઈ ને વધારે લાગે પણ એમાં મહર્ષિ પાણિનિના મુશ્કેલ આંટીગુંટીવાળા નિયમે ઘણુ ગ્રંથની મદદ લઈ સરલ કીધા દેખાય છે, તે તેમ કરી શાસ્ત્રીય ગ્રંથ સૌને ઉપયોગી થાય તેવી રીતને કરતાં અને જાહેરમાં મુક્તાં મહેનત તે કારણે રહી પણ શું ખરચ થાય છે, તે જે જાણે છે તે તે એમ કહેશે નહી ને હમે તે એમ કહીએ છીએ કે આ ગ્રંથ જે અંગ્રેજી ભાષામાં હતું અને કેઈ અંગ્રેજે બનાવ્યું હતું તે જરમની જેવા દેશમાં એની ખરી કિમત તેને ત્રણ ગણું કીંમતથી એ છે મળતે નહી ને તેટલા ખરચતા પણ એ ગ્રંથને છેવટને સહેતુ જે ગુજરાતી સાથે સંસ્કૃત ભણાવવાને દેખાય છે તે પાર પડત નહી.
| તા. ૧૬ મી ઓકટોબર સને ૧૯૧૦ના મુંબઈના “જૈન” પત્રમાં આવેલે મત
સંસ્કૃત ભાષા પ્રદીપ. આ ઉત્તમ ગ્રંથની એક નકલ ગ્રંથકર્તાએ અમારે મત જણાવવા અમારા પર મક્લી છે તે મેટી ખુશી સાથે સ્વીકારી તે વિષે અમારે મત નીચે પ્રમાણે જણાવીએ છીએ. ' સંસ્કૃત ભાષાના વ્યાકરણને ગુજરાતી ભાષામાં આ પહેલેજ સીત્તમ અને સરળ ગ્રંથ છે ને તે તપાસતાં જણાય છે કે એ ગ્રંથ દરેક રીતે પ્રમાણુનુકૂલ અને સહેલથી શીધ્ર બેધ કરે તેવે છે, તેથી ગુજરાતી ભાષાના ગ્રંથાલયમાં પહેલું સ્થાન આપવા લાયક છે. વળી સંસ્કૃત ભાષામાં રહેલા સિદ્ધાંત કે લઘુ કામુદીના નામને વ્યાકરણ ગ્રંથ કે જે કઠિન હોવાથી હાલ કેટલાક બ્રાહાણે જમવાની કે પઈસાની લાલચ હોય તેજ પાઠશાળામાં થોડે ઘણે ભણે છે તે ગ્રંથ કરતાં, તેમજ અંગ્રેજી ભાષામાં રહેલા વ્યાકરણના ગ્રંથ કે જે આદિમાં સહેલા ને પાછળથી કંટાળા ભરેલા હોવાથી અંગ્રેજી નિશાળમાં કેટલાક ગુજરાતી વિદ્યાથીઓ તેઓના વડાઓને દબાણથી ભણે છે, પણ અડધે છેડી દે છે અથવા પરીક્ષામાં પાસ થવા પુરતા જેમ તેમ કરી ભણે છે, તે ગ્રંથ કસ્તાં પણ આ ગ્રંથ વધારે સરળ છે તેથી ગુજરાતના સંસ્કૃત વિવાથી એને અતિ ઉપયોગી છે. ૧. કર્તા. હરદાસ જમનાદાસ પંછ. ન ૧૧૮ દાદીશેઠ અગીઆરી સ્ટ્રીટ, મુંબાઈ,
કિંમત રૂા. ૩)