________________
૩ર
ભારત ભૂમિના અસલ નિવાસીએ આર્યાં હતા, અને તેમની વ્યવહારિક, ધાર્મિક અને રાજકીય ભાષા સઘળી સંસ્કૃત હતી, તેથી તે વખતમાં સ’સ્કૃત ભાષા ભણવાનુ જોઈએ તેવું બનતું, અને સર્વે બાર મહિનામાં આઠ મહિના મહેનત કરી વિદ્યાહુન્નરમાં દિન પર નિ વધારો કરી સર્વ વાતે સુખ અનેં લાંબુ આયુષ ભાગવતા; અને જ્યારથી તેમની રાજ્યભાષા બદલાવવા માંડી ત્યારથી રાજ્યભાષા સાથે વ્યવહારિક ભાષા પણ બદલાય તેમ બદલાવવા લાગી. ને આ ગ્રંથ ગુજરાતીમાં હાવાથી આ જગાએ ગુજરાતવાસીઓ વાસ્તેજ ખેલતા, હાલ તેમની વ્યવહારિક ભાષા ગુજરાતી, ધાર્મિક ભાષા સ ંસ્કૃત, અને રાજકીય ભાષા અગ્રેજી થઇ છે, એટલે ત્રણ ગણું ભણવાનુ થયુ છે, ને એ તથા બીજા કારણેાને લીધે આયુષ અડધું થયું છે, ને ૮ ને બદલે ૧૨ મહિના મેહેનત કરતાં પણ ઘણાથી ભાગ્યેજ આજીવિકા પેદા કરવાનું બની આવે છે. એવા સમયમાં અનેક ભ્રમ થાય, ને જે સારૂં જન્મ લેવાય છે તે જન્મ્યા પછી ભુલી જવાય જન્મ નિભાવવા સારૂ પઇસાની તજવીજમાં પડાય તેા તે બનવા જેવું છે, તે હાલ તેમજ બનેલું દેખાય પણ છે. વ્યવહારિક ભાષાના ખપ હુંમેશ જન્મથી પડે છે, ધર્મની ભાષાના ખપ હુંમેશ સમજમાં આવેથી પડે છે, તે રાજ્યભાષાના ખપ પ્રસંગોપાત ઉમ્મા રમાં આવેથી પડે છે, તેથી કુદરતી નિયમને અનુસરીએ તે પેહેલાં ગુજરાતી, પછી સ`સ્કૃત, ને પછી મને તેઅંગ્રેજી એ ક્રમે ભણવું જોઇએ છે; પણ હાલના વખતમાં તેમ ન થતાં કુદરતન, નિયમના અનાદર કરી પેહેલાં ગુજરાતી, પછી અંગ્રેજી ને પછી મને તો સંસ્કૃત ભણાય છે, ને એમ સંસ્કૃત ભણાય છે તે પણ સંસ્કૃત ભાષાથી જમવાનું કે પૈસા મળે તે કમાવવા જેટલુ આવડે ત્યાં સુધી, એટલે નહિં જેવું ભણાય છે, ને ઇષ્ટસિદ્ધિ થતી નથી; ને અગ્રેજી ભાષાથી પેહેલેથીજ એ ભાષાને બીજા નખરની જરૂરીઆતની ગણી ભણાય છે, તેથી માટે ભાગે “ભાવ તેવું ફળ” થાય છે, ને તેને પરિણામે એમ થોડું' ઘણુ ભણેલા આગળ જતાં અમુક વિષ યમાં મૂળ સંસ્કૃત ગ્રંથમાં કહેલી વાત, જો અગ્રેજી ગ્રંથમાં તે ખખતમાં કહેલી વાત સાથે સંગત હોય તેાજ, ખરી નીકર ખાટી ગણે છે. પ્રમાણને પ્રમેય, ને પ્રમેયને પ્રમાણ ગણે છે, ને તેમાં વળી કેાઇ જે પેાતાના વડાઓને ગાંડા કહેતા ડરે છે, ને એ મતને સંગત કરવાને પોતાની ક્લપના દાખલ કરે છે, તે કઇ ત્રિનુજ ઉભુ કરે છે, ને એ રીતે અનેક મતા નવા નવા કહાડે છે. એ રીતે સંસ્કૃત ભાષાના ગ્રંથા વગર કેાઇને ચાલતું નથી એટલે તરજુમાઓની ખપતી વધી ગઇ છે; ને જે તે પોતપોતાની સમજ પ્રમાણે તરન્નુમા કરે છે ને કેટલાક તા કેવળ પૈસાના લેલે એક ગ્રંથના એક તરજુમા હાવા છતાં તેમાં જરાતરા ફેરફાર કરી જુદો તરન્નુમાના ગ્રંથ બહાર પાડે છે, ને કેટલાક તરજુમાના તરજુમાએ પણ કરે છે; તે એવાં પુસ્તકા કરવામાં ને વાંચવામાં ધન ખાવા છતાં ને આયુષની હાનિ ભાગવતાં છતાં ઘણાને ધંષ્ટ સિદ્ધિ થતી નથી. ત્યારે એવી રીતે ધન અને આયુષને ક્ષય ન થાય, થાડુ ઘણું ભણેલા ગમે તેમ ગપ્પા મારી સમજાવ્યા ન જાય, ધર્મને લગતી તેમજ ગુજરાન, અને સુખને લગતી અનેક ખાખતા જે સંસ્કૃતમાં છે તે પણ જાણી શકાય, ને એ રીતે જે હેતુથી જન્મ લીધા છે તે પાર પડે તેમજ સુખરૂપ ગુજરાન ચાલે તેમ કરવા સ'સ્કૃત ભાષા ભણવાની જરૂર છે, ને તે ભણવા સારૂ તેના વ્યાકરણની પણ વ્યવહારિક ગુજરાતી ભાષામાં જોઇએ તેવી જરૂર છે. એ જરૂર રા. રા. ઠાકારદાસ જમનાદાસ પંજીને જણાયલી લાગે છે ને તેથી પરોપકાર બુધ્ધિથી આ ગ્રંથ કર્યાં દેખાય છે તેને માટે સવે ગુજરાતી ભાઈઓએ તેમના ઉપકાર માની તેના જરૂર લાભ લેવા જોઇએ.