________________
કાળમાં એ ગ્રંથ સંસ્કૃતમાં રહેલા ગ્રંથ કરતાં વધારે અનુકૂલ થાય તેમ છે. હવે અંગ્રેજી ભાષામાં રહેલા પ્રોમૈકસમ્યુલર આદિના ગ્રંથને વિચાર કરતાં તેઓની રચના સિદ્ધાંત કૈમુદીની રચનાને મળતી છે, એટલે આ ગ્રંથથી જેમ ભાષાના બંધારણની ખરી ખુબી સમજાય છે તેમ તેઓથી થતુ નથી. વળી એ બધામાં વ્યાકરણ શાસ્ત્રમાં જે પ્રત્યયના સંબંધમાં વિકારક અવિકારની વાત પહેલેથી જ ગ્રહણ કરવાની છે તે અડધેથી લીધેલી છે, ને તેથી ભણનારને પહેલું સહેલું પડે છે, પણ અડધેથી એવું ગુંચવાડા ભરેલું થાય છે, કે આગળ અભ્યાસ ખેંચ મુશ્કેલ પડે છે, ને વિનોમિ જેવા શબ્દ શિખવાનું આવે છે ત્યારે સમજાતું નથી એટલે ગેખીજ લેવું પડે છે. વળી એ ગ્રંથમાં ધાતુના અનુબંધની વાત મુકી દીધેલી છે, તેથી દરેક જગાએ સંખ્યાબંધ ધાતુઓ તથા તેના ગણે ગેખવા પડે છે, ને તે યાદ રહેતા નથી, એટલે દ્રઢ જ્ઞાન થતુ નથી. વળી એથી ઘણા નિયમે વધી જાય છે ને દરેક રીતની મુશ્કેલી પડે છે. એ ઉપરાંત એ ગ્રંથમાં ઘણું વિષયમાં બીજા વિષયેના નિયમો આપેલા છે, ને દરેક વિષયમાં ઘણી બાબતે મુકી દીધેલી છે. માત્ર મી. કાલેના વ્યાકરણમાં દરેક વિષયમાં વધારે બાબતે છે, પણ તેમાં પણ ઉપલી કસતે રહેલીજ હેવાથી, તેમજ બીજુ પણ કેટલુંક વધારે ગુંચવાડા ભરેલું હોવાથી તે પણ જોઈએ તે અનુકૂલ થઈ પડતું નથી. ડો. ભંડારકરની ચિપડીઓને વિચાર કરતાં એને ઉપગ સાથી વધારે થાય છે, તે નામદાર સરકારે ટેકસ્ટ બુકેમાં ઠેરવેલી હોવાથી છે, એમ અમે ધારીએ છીએ, બાકી એ ચેપડીઓમાં તે ભાષાને મુખ્ય ગણીને વ્યાકરણ કે જે ભાષા જ્ઞાન થવા સંપૂર્ણ રીતે ભણવું જ જોઈએ છે તેને ગણ ગણી સાધારણ વાકયે લઈ તેમાં માત્ર પ્રસંગોપાત આવતા વ્યાકરણના નિયમો બતાવ્યા છે, તે જો કે એ વાકયે પસંદ કરવામાં ઘણું બુદ્ધિબળ વાપર્યું છે, તે પણ એવી ચેપડીઓ ભાષા સારી રીતે શિખવવાને શી રીતે ગ્ય ગણાય? વળી એમાં અંગ્રેજીમાં રહેલા ઉપર લખેલા ગ્રંથમાં જે કરે છે તે તે છેજ, એટલું જ નહીં પણ કેટલીક વિશેષ છે, ને તેથી અનેક ભૂલે ને ગુંચવણીઓ થવાને સંભવ થાય છે, ને એવું ઉપરચેટીયું ભાષા જ્ઞાન થયેથી કોલેજોમાં મેટા કાવ્ય, નાટક, તથા ન્યાયના ગ્રંથે, કે જે વ્યાકરણનું સંપૂર્ણ જ્ઞાન થયા વગર બરાબર સમજવા કઠિનજ પડે તે ભણાવવા કોશિષ થાય છે તે, બરાબર ભણતા નથી ને ઉલટી વિદ્યાર્થીઓને બેજારૂપ થઈ પડે છે, તે પ્રમાદ પેદા કરે છે. દુનીઆની કઈ પણું ભાષા આવી
પડીએથી શિખવાતી નથી. ભાષા શિખવવામાં ભાષાના ને વ્યાકરણના ગ્રંથ હંમેશા જુદાજ હોય છે. સંસ્કૃત ભાષા શિખવાની પદ્ધતિ પણ તેમજ છે, તેથી ભાષા શિખવવાના મૂલ નિયમની જે બહારજ હોય તે ભલે એ રીતે જે ભણેલા હોય તેને સારી લાગે, બાકી જેને સંપૂર્ણ ભાષા જ્ઞાન થયું છે, ને શી રીતે થાય છે તે જાણે છે તે તે એ કઈ રીતે પંસદ કરે એમ અમે ધારતા નથી. એ રીતે અંગ્રેજીમાં રહેલા ગ્રંથ કરતાં પણ આ “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગ્રંથ વધારે ઉપયોગી અને અનુકૂલ થઈ પડે તે છે, ને અંગ્રેજી નિશાળ તથા કોલેજોમાં ગુજરાતી શાસ્ત્રીઓ શીખવી શકે છે તે ગુજરાતી ગ્રંથ ન ચાલી શકે એમ પણ નથી, તેથી હમે એ ગ્રંથને પાઠશાલાઓ, અંગ્રેજી નિશાળ તથા કૈલેજોમાં તેમજ લાઈબ્રેરીઓ તથા ઇનામમાં દાખલ કરી સર્વે રીતે ઉપયોગમાં લઈ એ ગ્રંથને અભ્યાસ કરાવવા મજબુત ભલામણ કરીએ છીએ. જે ગ્ય પુરૂષે આ અમારી ભલામણ ને ઉંચકી લેશે ને તેમ થાય તેવું કરવા કેશિષ કરશે, ને આખરે એ ભાષા ગુજરાતી નિશાળમાં ઉપલા વર્ગોમાં શિખવાય તેવું કરવા પ્રયત્ન કરશે તે સર્વે ગુજરાતી ભાઈઓને હમારા સપ્ટેમ્બર માસના લેખમાં બતાવેલા અનેક ફાયદાઓ હાંસલ થશે.
સમજવા કઠિનજ પર 2 લાવના થે, કે જે વ્યાકરણ ૧૬ જાષા જ્ઞાન થયેથી તેને