________________
૨૯
વિચારો ડાળાયા કરતા હતા, તે વિચારેના એક લેખ હમારા ગયા સપ્ટેમ્બર માસના *અકમાં ‘સંસ્કૃત ભાષા તથા તેનું ઉપયોગીપણું અને તે ભણવા કરવી જોઇતી સગવડ” ના મથાળા તળે આપ્યા હતા, તે વાંચનારને યાદતા હશેજ, એ લેખમાં બતાવેલા અમારા વિચારને અનુસરતાજ આ ગ્રંથ દેખાય છે, તેથી એ ગ્રંથની પહોંચ સ્વીકારતા હુમને અનહદ આંનદ થાય છે.
“સંસ્કૃત ભાષા પ્રદીપ” એ ગુજરાતી ભાષામાં પહેલાજ સંસ્કૃત ભાષાના વ્યાકરણને જોઇતા સ'પૂર્ણ ગ્રંથ છે, એટલે એને કાઇ જોડે સરખાવાય તેમ નથી. એને હાલમાં સ'સ્કૃત ભાષા શિખવાના પ્રચલિત ગથામાંના કોઈ જોડે સરખાવીએ તે સંસ્કૃત ભાષામાં રહેલી મહર્ષિપાણિનિની અષ્ટાધ્યાયી, કાશિકા, સિદ્ધાંત મુદ્દી, લઘુકૌમુદી, અથવા સારસ્વત જોડે, કે અંગ્રેજીમાં રહેલા પ્રો. મૅકસમ્યુલર, ડા॰ ફિલહેાન, અથવા મી॰ કાલેના ગ્રંથ સાથે સરખાવાય, તેથી તેએ વિષે તેમજ સંસ્કૃત ભાષા ભણાવવામાં વપરાતી બીજી નાની ચોપડીઓમાં ડ૦ ભંડારકરની એ ચાપડીએ જે સાથી વધારે પ્રચલિત છે તે વિષે અત્રે કેટલુક કહીશું. સંસ્કૃત ભાષામાં રહેલા ગથામા વ્યવહારિક ભાષાનું મધ્યસ્થપણુ ન હેાવાથી તે નહી જેવાજ ભણી શકેછે તેથી હાલના કાળમાં આ “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગથ અમને સંસ્કૃત ભાષાનું જોઇતુ સંપૂર્ણ જ્ઞાન કરવાને સૌમાં શ્રેષ્ઠ રીતે અનુકૂલ લાગે છે. એ ગ્રંથની રચના મહર્ષિપાણિનિના ગ્રંથને તથા કાશિકાને વધારે મળતી છે, અને અગરો એ ગ્રંથામાં તેમજ સિદ્ધાંત કૌમુદ્રીમાં જે ઉણાઢિ, કૃતાઢિ, તથા તન્દ્રિત પ્રક્રિયાએ તેમજ વૈદિક નિયમ છે તે એમાં ન લીધેલા હેાવાથી એટલા વિષયા એમાં ઓછા છે તે પણ એ શિવાયના તમામ વિષયે નિઃશેષ લીધેલા છે, તે દરેક વિષયમાં નિયમે મહર્ષિપાણિનિના જુદા જુદા સૂત્રાના વિષય પરત્વે યોગ્ય રીતે વિચાર કરી તેમના ભાષ્નાર્થાનુસાર બનાવી જોતા અપવાદો તથા દાખલાઓ સાથે લખ્યા છે, ને ભાષા ગુજરાતી, કે જે ગુજરાતની વ્યવહારિક ભાષા છે, સંસ્કૃત જોડે સૌથી વધારે સબધ ધરાવનારી છે, ગુજરાતીને સુધારનારી છે, ને જેથી ચેાગ્ય ઉમ્મરે સ'સ્કૃત ભણી શકાય તે, વાપરી છે. એ રીતે એ ગ્રંથની રચના ભાષાના બંધારણમાં જે કુદરતી નિયમ છે તે પ્રમાણેની પગથીએ પગથીએ ચહડતી હાવાથી ભણનારને સહેલથી દ્રઢ અને શીધ્ર ખાધ કરે તેવી છે, તે એટલે સુધી કે ભણનાર ધારે તેા ખાર મહીનામાં સંસ્કૃત ભાષાનુ` સારૂ જ્ઞાન મેળવે, ને કામ પડે ત્યારે જે જોવું હાય તે એક કાષમાં જોવાની માફ્ક જોઈ શકે. એમાં દરેક વિષય સપૂર્ણ અને સરલ રીતે લખેલા હેાવાથી કોઇ જાતની શંકા ભણનારને રહેતી નથી, ને તે વિષે સંસ્કૃતમાં રહેલા ગ્રંથ જોવા કે જોવડાવવાની જરૂર રહેતી નથી. વળી એમાં દરેક વિષયમાં જોઇતા તમામ નિયમે તેના અપવાદો તથા દાખલા સાથે નિઃશેષ, અનન્યસાધારણ રીતે અને પ્રમાણાનુલ રીતિએ મહર્ષિંપાણિનિના સાધકખાધક સૂત્ર અને તેની પરિભાષાને સરલ કરી લખેલા હૈાવાથી ઘણી ગુંચવણી ને માથામારી ઓછી થાય તેવા છે, ને એમાં સ’જ્ઞાના પારિભાષિક શબ્દો વાપર્યાં છે તે સંસ્કૃત તેમજ અંગ્રેજી પદ્ધતિએ સંસ્કૃત ભણેલા તથા ગુજરાતી ભાષાથી ભણનારા સાને તત્કાળ સમજ પડે તેવા છે. ટુંકાણમાં કહેતાં એ ગ્રંથ એવી રીતે કરેલા દેખાય છે કે મહર્ષિંપાણિનિના ગ્રંથ જે પૂરો ભણેથીજ સિદ્ધ થાય છે, તેમ ભણવું હાય તો તેમ, નીકર સિદ્ધાંત કામુદ્રીથી જેમ વ્યાકરણના કોઇ પણ વિષય ભણાય છે, તેમ ભણવું હાયતા તેમ, જેમ અને જેટલું ભણવું હાય, તેમ અને તેટલું ભણાય. એમાં દ્વિત્વના, સામન્ય ભૂતના, કૃદતના, શ્રીલિંગના તથા સમાસના નિયમોમાં અદ્ભૂત સરલતા કરેલી છે, ને એ સ`સ્કૃત ભાષા ભણવી કઠિન છે એવા સર્વેને થઈ રહેલા મજબુત શક્તિગ્રહને દૂર કરવા જોઈએ તેવા છે. એ કારણેાથી હાલના