________________
વવાના પરિચયથી મારી ખાત્રી થાય છે કે ઈતર ઘણા ગ્રંથે કરતાં આ એકજ ગ્રંથ વધારે ઉપયુક્ત થઈ પડશે, આ સંગ્રહમાં તદ્ધિત અને કૃદંત કે વ્યાકરણમાં જેની મુખ્ય આવશ્યક્તા છે તે નથી તેનું પ્રકરણ જ બીજી આવૃત્તિમાં ઉમેરવામાં આવશે તે રહેલા વિષયેથી પૂર્ણતા થશે. આ શ્રેણિને ગ્રંથ બહાર પાડવામાં પહેલું માન આપનેજ ઘટે છે. સામાન્ય સંસ્કૃત જાણવા ઇતર ભાષાંતરે વાંચે છે તેના કરતાં આ ગ્રંથથી સારે લાભ થશે. એજ માર્ગશીર્ષ શુકલ ૧૫ ગુરે. તે
શાસ્ત્રી ચુનીલાલ કાશીનાથના તા. ૧૬-૧૨-૧૦ મુ વડેદરા.
આશીર્વાદ.
છે. શા. સં. રા.રા. શાસ્ત્રી શ્રીનિવાસાચા કટ્ટી-વૈયાકરણ, (તથા મુંબઇની ધી એલ
ફિન્સ્ટન કૅલેજના ઓરિએન્ટલ લેકચરરના પહેલા ઐસિસ્ટટ) ને મત. ૨. રા. ઠાકરદાસભાઈ,
વિશેષ આપનું “સંસ્કૃત ભાષા પ્રદીપ” નામનું પુસ્તક મને મળ્યું છે. તેમાંથી કેટલેક ભાગ સારી રીતે વાંચે છે. ગ્રંથની રચના ઘણીજ ઉત્તમ અને શીધ્ર બેધ કરે તેવી છે. એમાં દરેક વિષય મહર્ષિ પાણિનિસત્રાર્થાનુકૂલ રીતિએ લખેલે છે ને હું ધારું છું કે એ ગ્રંથ ભાષાના જીજ્ઞાસુ સમસ્ત ગુજરાતી વિદ્યાથીઓને જોઈએ તે ઉપયેગી થઈ પડશે. સર્વે ગુજરાતી ભાઈઓ એને લાભ લે એવું હું ઈચ્છું છું. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં આજ સુધી જોવામાં આવ્યું નથી ને તમોએ સંસ્કૃત ભાષાના વ્યાકરણને સરલ કરવાને આ જે પ્રયત્ન કર્યો છે તે ખરેખર અભિનંદનીય છે. એ ગ્રંથમાં કૃદંત તથા તદ્ધિતના વિષયે જે મુકી દીધેલા જણાય છે તે બીજી આવૃત્તિમાં ઉમેરવા તથા શુદ્ધિપત્રક ટૂંકુ થાય તેમ કરવા ભલામણ કરું છું. સંવત. ૧૯૬૭ ના પોષ વદ ૩ ૨૦-૨-૨૨
श्रीनिवासाचार्य कट्टी शास्त्री, एल्फिन्स्टन कॉलेज,