________________
મુંબઈ
છે. શ. સં. રા.રા. શાસ્ત્રી નરહરિ શર્મા ગોડસે (મુંબઈની ભગવદ્ગીતા પાઠ
શાલાના સ્થાપક તથા ગુરૂ) ને મત. સૈન્ય સાગર છે. ર. શેઠ ઠાકરદાસ જમનાદાસ પંજી,
જત તમેએ “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગ્રંથની એક નમુનાની પ્રત હમારા અભિપ્રાય માટે મેકલી તે અમેએ સૂક્ષમ રીતે તપાસી છે. આપે એક વૈશ્ય જાતિના ધંધાદાર ગ્રહસ્થ છતાં સંસ્કૃત ભાષા ભણવાને ગુજરાતી ભાષામાં આવે અપૂર્વ, સરલ, અને શ્રેષ્ઠ ગ્રંથ બનાવવા જે શ્રમ લીધે છે તે જોઈ અમે ઘણા ખુશી થયા છીએ. એ ગ્રંથમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં રહેલા તમામ વિષયે ઉત્તમ કમથી ગઠવેલા છે, ને દરેક વિષયમાં કરવાની પ્રકિયાએ ચગ્ય અનુક્રમે અને સ્પષ્ટ રીતિએ સમજાવી છે. વળી દરેક બાબતમાં લાગતા નિયમ નિઃશેષ તેમજ ટૂંકાણમાં આપેલા છે. એમાં કૃદંત શિવાયના પ્રાતિપદિક બનાવવાના તથા પ્રાતિપદિકના રૂપે સાંધવાના નિયમ તેમજ વૈદિક પ્રક્રિયા આપી નથી, પણ તેથી એ ગ્રંથને જોઈને સંપૂર્ણ કહેવામાં હરક્ત નથી એ ગ્રંથની રચના એ ભાષાની ખુબી ખરેખરી રીતે બતાવનારી ને ભણનારને કંટાળે નહીં પણ ઉત્તેજન આપનારી છે. વળી એ ગ્રંથ પાણિનીયસૂત્રાર્થોનું કૂલ છે, તેમજ ગુજરાતની વ્યવહારિક ભાષામાં છે, એટલે ભણનારને સિદ્ધાંત કૈમુદી કરતાં સહેલ ને શીધ્ર બેધ કરે તે થઈ પડશે. સિદ્ધાંત કૈમુદી સંસ્કૃત ભાષામાં હોવાથી, ને ગુજરાત વાસીઓની વ્યવહારિક ભાષા ગુજરાતી હોવાથી, તે ગ્રંથ નહીં જેવાજ ભણી શકે છે, તેથી જે તે ગ્રંથ ભણી શક્તા નથી તેઓને આ ગ્રંથને લાભ જરૂર લેવા હમે મજબુત ભલામણ કરીએ છીએ, ને જે તેઓ તેમ લેશે તે અનેક શાસ્ત્રને સીધે લાભ જે તેઓ લઈ શક્તા નથી તે લઈ શકશે અને બીજા પણ અનેક ફાયદાઓ મેળવશે.
આ તમારા ગ્રંથને પ્રચાર પરમેશ્વરની કૃપાથી ઘણે થાય અને તમારા જેવા એક સ ગ્રહસ્થ કરેલે શાસ્ત્રપરિશ્રમ જોઈ બીજા ગ્રહસ્થને પણ શાસ્ત્રાર્થયનને રંગ લાગે એવી અમારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. ઈતિ શમૂ. મુંબાઈ–શકે ૧૮૩રૂ ના
નરહરિ શાસ્ત્રીના કાર્તિક વદિ ૬ને વાર ભમે.
આશીર્વાદ વાંચશે.
છે. શા. સં. ૨. રા. શાસ્ત્રી ચુનીલાલ કાશીનાથ—વૈયાકરણ (વડોદરાની રાજકીય પ્રધાન સંસ્કૃત પાઠશાળામાં વ્યાકરણમાં ઉત્તીર્ણ થયેલા તથા વડેદરાની ગ્રાંટ-ઈન-એઈડ
હાઈસ્કુલના અધ્યાપક) ને મત.
શ્રર્વત્ર. ર ર. પરમમાનનીય પંજીકુલભૂષણ શ્રીયુત ઠાકરદાસ જમનાદાસભાઈ
આપનું “સંસ્કૃત ભાષા પ્રદીપ”નું પુસ્તક આદિથી અંત સુધી જોયું. આપને લેખ વ્યાક રણશાસ્ત્રરૂપ સમુદ્રમાં સેતુ તુલ્ય છે. આ ગ્રંથ જ્યોતિષુ શાસ્ત્ર તથા યાજ્ઞિક કર્મમાં વ્યાસંગ કરનાર પાસે રાખે તે પિતાના વિષયની ઉન્નતિ કરવામાં ઘણે અનુકૂલ પડે તેમ છે. સં. ભા. પ્રદીપ જે હાઈસ્કૂલે, કૅલેજો અને જે જે સ્કૂલમાં સંસ્કૃત શિખવવામાં આવે છે તે તે સ્કૂલોમાં ખંડશઃ શિખવવામાં આવે તે કેટલાએક તેઓમાં ચાલતા સામાન્ય ગ્રંથ કરતાં એ ગ્રંથ દ્વારા સારા માર્મિક જ્ઞાનને લાભ વિદ્યાથીઓ લઈ શકે. મારી પાસે કેટલાએક અંગ્રેજી સ્કૂલના સંસ્કૃત શિખતા વિદ્યાથીઓ સં, ભા. પ્ર. શિખે છે તે માસ બેના ભણું