________________
મુંબઈ.
સુધી ધ્યાન દઈ વાંચે છે. ગુજરાતી ભાષામાં આવા વ્યાકરણશાસ્ત્રાનુસાર ગ્રંથની ખરેખરી ખેટ છે તે આ ગ્રંથથી પુરી પડશે એમ અમને ખાતરી થાય છે. તમેએ વ્યાકરણ શાસ્ત્રના જિજ્ઞાસુઓને માટે તન મન અને ધનથી જે પ્રયત્ન કર્યો છે તે ઘણેજ પ્રસંશનીય છે. આ ગ્રંથમાં વ્યાકરણ શાસ્ત્રના ઘણાખરા નિયમના વિષયે ઘણુજ સરલ અને અનુક્રમવાર છે. તેથી સહેલાઈથી સમજાય એવે છે. આ ગ્રંથ થડા સમયમાં સારું જ્ઞાન આપે એવે છે, તેથી કેલેજ તથા હાઈસ્કૂલના વિદ્યાથીઓને તેમજ બીજા સંસ્કૃત ભાષાના અભિલાષીઓને ઘણોજ ઉપયોગી થઈ પડશે. અસ્તુ શમ વડેદરા–સંવત ૧૯૬૭
બદરીનાથ વ્યંબકનાથ શાસ્ત્રી. કાર્તિક વદિ ૨ ને શુકવાર. આ છે. શા. સં. ૨. ર. પંડિત નાનુરામ ચંદ્રભાનુ—વૈયાકરણ (મીમાંસક તથા
મુંબઈની ધી એલફિન્સ્ટન કૉલેજના માજી ગુરૂ)ને મત. રા. ર. શેઠ ઠકેરદાસ જમનાદાસ પંછ,
જત તમેએ હમેને તમારા કરેલા “સંસ્કૃત ભાષા પ્રદીપ” ગ્રંથની નકલ હમારે અભિપ્રાય લખી જણાવવા એકલી તે વિષે લખવાનું કે એ ગ્રંથ પ્રમાણુનુકૂલ રીતિએ કરેલી છે અને તાત્પર્યાર્થથી સંસ્કૃત વ્યાકરણ શિખવાવાળાઓને સહેલથી થોડા વખતમાં સારું જ્ઞાન કરાવે તે છે. એ ગ્રંથ નીશાળે તથા કોલેજના ગુજરાતી વિદ્યાર્થીઓને ઘણે ઉપયોગી અને લાઈબ્રેરીમાં રાખવા લાયક છે.
पंडित नानुराम चंद्रभानु.
श्रावण कृष्णद्वादश्यां मौमे १९६७ वैक्रमे. ता. २-८-१०. છે. શા. સં. ૨. રા. શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર---વિયાકરણ (અષ્ટાવધાની કવિ, લઘુ કૈમુદીની ટીકાના કર્તા તથા મેરબીની રવાજીરાજ સંસ્કૃત પાઠશાલાના મુખ્ય ગુરૂ) ને મત.
श्री राजराजेश्वरो जयति.
સં. ૧૯૬૭ ના આસો સુદ ૨ બુધ, રોજ સુધાસાગર પરમહિનૈષિવર્ય. રા. રભાઈ શ્રી ૫ શેઠ ઠાકરદાસ જમનાદાસ પંછ.
શ્રીમુંબઈ. પ્રતિ, શ્રીમરબીથી લિ. શંકરલાલ માહેશ્વરના આશીર્વાદ વાંચશે. વિશેષ લખવાનું કે તમારે કરેલે “સંસ્કૃત ભાષા પ્રદીપ” નામને ગ્રંથ મને મળે છે. તેને પૂર્ણ ધ્યાન આપી મેં જોયા છે. એ ગ્રંથ મહર્ષિ ભગવાન પાણિનિ પ્રણીત સૂત્રોના અર્થોને પરિ. પૂર્ણ રીતે અનુસરતા છે. વળી તેને સર્વે નિયમે ઘણીજ સરસ અને સરલ રીતે ગેઠવાયા છે તેથી સંસ્કૃત વિદ્યાના અભિલાષી લેકેને બહુજ ઉપયોગી થશે એમ મારું માનવું છે; ગુજરાતી ભાષાના ગ્રંથમાં સંસ્કૃત વ્યાકરણ સંબંધી આ ગ્રંથ બહુજ ઉત્તમ લખાવે છે. અને કેવલ વિદ્યાવિદી લેકેને ટૂંક મુદતમાં થેડે શ્રમે સંસ્કૃત જ્ઞાને સમૂલ થઈ શકે તેવા ઉત્તમ હેતુથી જે તમે અપ્રતિમ પ્રયાસ કરેલ છે તેને માટે તમને અનેક ધન્યવાદ ઘટે છે, અને ઈશ્વર કૃપાથી તે ગ્રંથને પ્રસાર થઈ લેકે વિદ્વાન બની સુંસ્કૃત વિદ્યાના રસના અનુભવી બને, પરમાનંદને અનુભવ કરે, અને તજજન્ય પુણ્યનાં ફલે તમને તથા તમારા સહાયક કૈલાસવાસી તમારા સપુત્રરત્નને ઈશ્વર આપે. તથાસ્તુ.
લા, શંકરલાલ માહેધર, સ્વસ્થાન મોરબી. મહારાજ શ્રી રવાજીરાજ પાઠશાલાના શાસ્ત્રીના આશીર્વાદ વાંચશે,