________________
આખાય વિશ્વની ઉપર જાણે કે તરતો હોય તેમ એક અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન,
પરમાત્મારૂપ કારણપરમાત્માને અનુભવે છે. એ અનુભવ ક્રમશઃ અંતે કાર્યપરમાત્મારૂપે પરિણમે છે. ૧૦. કારણપરમાત્મા એને કહેવાય કે જેમાં પરમાત્મા બનવાનું કારણ પડેલું છે. તે શુદ્ધ દ્રવ્ય છે અને
પરિણામિક ભાવે છે. ત્રણે કાળ તે એવું ને એવું જ શુદ્ધ રહે છે. એવા શુદ્ધ દ્રવ્યનું આશ્રય જે પર્યાય કરે, તેને જ અવલંબે, ત્યારે પર્યાયમાં કાર્યશુદ્ધપરમાત્મા પ્રગટે. કાર્યપરમાત્મા એને કહેવાય કે જે પર્યાય કારણ પરમાત્મારૂપ શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને પોતાનામાં કાર્યપરમાત્મા પ્રગટાવે.
જો વસ્તુમાં કારણ પડેલું હોય તો તે વસ્તુમાં કાર્ય પ્રગટે, કારણપરમાત્મા તે આપણો બધાયનો શુદ્ધાત્મા, શુદ્ધ દ્રવ્ય છે. તે પરમપરિણામિક ભાવરૂપે રહેલ છે. અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે.
આવી રીતે ભેદજ્ઞાનનો અભ્યાસ કરી - એ સમ્યગ્દર્શનનું પ્રયોજનભૂત સાધન સમજીભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ અને પ્રયોગ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સૌથી પ્રથમ તત્ત્વનો નિર્ણય થવો જોઈએ. “હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું, અને સર્વથા સર્વથી ભિન્ન
છું”. આ નિર્ણયની સમ્યક શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શન છે. ૫. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન તે બાબત સાચી સમજ:
૧. મૂળમાં ભૂલ: વર્તમાનકાળમાં ધર્મ બાબત એક મોટી ગેરસમજણ ચાલી રહી છે. એ વાત જરા
સમજીએ.
સામાન્યપણે એવો ઉપદેશ કરવામાં આવે છે, “પહેલાં ચિત્તશુદ્ધિ હોય, શુભ રાગ હોય અને કષાયોનો મંદ ભાવ હોય તો જ અકષાય સ્વરૂપ આત્માનો અનુભવ થાય.” અથવા તો જદી જુદી જાતની પુણ્યની ક્રિયાઓ બતાવવામાં આવે - જીવને પુણ્ય ભાવનો મહિમા બતાવી તેમાં દોરવવામાં
આવે અને પુણ્યરૂપી વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થશે. આ ઉપદેશ યથાર્થ નથી. ૨. હવે સમજવાની એ જરૂર છે કે આવા શુભભાવ જીવે અનંતવાર કર્યા છતાં તેની મુક્તિ કેમ ન થઈ ?
શુભભાવના પરિણામથી એવું પુણ્ય બંધાય- જીવ નવમી રૈવેયક દેવગતિ અનંતવાર ભગવી આવ્યો
છતાં સંસાર પરિભ્રમણ ચાલુ રહ્યું. ૩. શ્રીમદ્ રાજચંદ્ર “યમ,નિયમ સંજમ આપ કીયો, નામના પદમાં જણાવે છે કે એવું બધું તો જીવે - અનંતવાર કર્યું તો મુક્તિ કેમ ન થઈ ? “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો”
અબ ક્યોંન બિચારતા હૈમનસું, કછુ ઔર રહા ઉન સાધન સેં?' તો એનો વિચાર કરીએ સમ્યગ્દર્શન
પ્રાપ્ત કર્યા વગર બધા ક્રિયાકાંડ એકડાં વગરના મીંડા જેવા છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૪. “સ મૂો ધો'' ધર્મનું મૂળ સમ્યગ્દર્શન. શુભભાવ તે ધર્મનું કારણ છે એમ અજ્ઞાનીઓની મિથ્યા માન્યતા છે. શુભભાવ તો વિકાર છે. એ બંધનું કારણ છે. એ મુક્તિનું કારણ કેમ થઈ શકે ? એ ધર્મનું કારણ કેમ થઈ શકે ? સમ્યગ્દર્શન પોતે ધર્મ છે અને તે જ ધર્મનું મૂળ કારણ છે. સમ્યગ્દર્શનથી જ ધર્મની - જીવનમાં સુખની શરૂઆત થાય છે. શુભભાવ તે ધર્મનું કારણ નથી, પણ સમ્યક