________________
( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૭ )
આ સાધ્ય કે આ ધ્યેય મનુષ્ય દેહથી જ પાર પડે છે. કેમકે મુક્તિની સાધના માત્ર આ દેહથી જ શક્ય છે અને આ સાધનાની સિદ્ધિ આ દેહથી જ લભ્ય છે.
એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે મનુષ્ય અવતાર ભૂતકાળમાં અનેકવાર મળવા છતાં મુક્તિનું સાધ્ય સિદ્ધ થઈ શક્યું નથી, અને સંસાર જીવતો જાગતો પૂંઠે પડેલો ચાલુ છે. એનાં કારણો શું? તો એનાં કારણોમાં સાચી શ્રદ્ધા, સાચી સમજ અને સાચા આચરણનો અભાવ કારણ છે. જેને જૈન પરિભાષાના શબ્દોમાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ કહેવામાં આવે છે.
આ ત્રણેય દોષો ટળે તો તેના ફલ રૂપે (પ્રતિપક્ષી એવા) સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યગુચારિત્ર ગુણો પ્રગટે, અને આ ગુણો જે ભવમાં પરાકાષ્ઠાએ પહોંચે એ જ ભવે જીવનો મોક્ષ અવશ્ય થાય. એટલા જ માટે શાસ્ત્રકારોએ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ છે એમ જણાવ્યું છે.
ત્યારે પ્રથમ જિનેશ્વરદેવ કથિત તત્ત્વ કે માર્ગ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાન બનો, વળી એ તત્ત્વોને શ્રદ્ધેય બનાવ્યા પછી એને સાચી રીતે ઓળખો, આ જાણપણું જ તમોને હેય અને ઉપાદેય એટલે કે જીવનમાં ત્યાગ કરવા લાયક શું છે? પ્રાપ્ત કરવા લાયક શું છે? તેની સાચી સમજ પ્રાપ્ત કરાવશે.
સભ્યશ્રદ્ધા અને શ્રદ્ધાનુસારી સમ્યગ જ્ઞાન માત્રથી (જેને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યગુજ્ઞાન કહેવાય) સાધનાની સિદ્ધિ કદી થતી નથી પણ ત્યાગ કરવા લાયકનો ત્યાગ કરવામાં આવે અને મેળવવા લાયક બાબતોને પ્રાપ્ત કરવામાં આવે તો જ સાધ્યની કે ધ્યેયની સિદ્ધિ થાય.
હેયોપાદેયને જાણ્યા પછી જ્ઞાન વિરતિઃ સૂત્ર મુજબ તેનો અમલ થવો જોઈએ તો જ જાણ્યું સફળ છે, પણ ત્યાગ વિનાનું માત્ર કોરું જાણપણું ઈષ્ટ સિદ્ધિ માટે કારગત નથી.
એટલે પછી તમારે સમ્યગુચારિત્રના આચારને અમલમાં મૂકવો ૧. સર્જનજ્ઞાનવત્રાળ મોક્ષના [તત્વાર્થ સૂત્ર. 9]