________________
( ૧૪ જે વિવિધ ચિત્રો સહ સરલ )
આવ્યાં છે. આમ એકંદરે આમાં ચાલીસેક ચિત્રો આપવામાં આવ્યાં છે.
એક વાત સૌના અનુભવની છે કે શબ્દો દ્વારા જે વાત સમજાવી શકાતી નથી તે વાત તેનાં જો ચિત્રો હોય તો તે એકદમ વધુ સારી રીતે અને શીઘ સમજાવી દે છે.
વાચકો ચિત્રોને રસપૂર્વક જોશે, ઉત્સાહપૂર્વક કંટાળો લાવ્યા સિવાય તેનું જ્ઞાન મેળવશે તો ચિત્રો વધુ સારી રીતે, સરળતાથી સચોટ રીતે અને તીવ્ર વેગથી પોતાની વાતને સમજાવી દેશે. - ચિત્રદર્શનની બીજી ખૂબી એ છે કે શબ્દોનું શ્રવણ કે વાંચન સ્મરણપટ ઉપર ટકે યા ન પણ ટકે, પૂરું ટકે કે ન ટકે પણ ચિત્રો પોતાની છાપ હૃદયપટ ઉપર દીર્ઘકાળ સુધી મૂકી જાય છે, અને ઘણી વાર એ છાપ અમિટ રીતે અંકિતા કરી શકે છે.
આજે તો એક બાબત વિશ્વપ્રસિદ્ધ, અનુભવસિદ્ધ બની ચૂકી છે કે પ્રજાને શક્ય હોય ત્યાં સુધી ચિત્રો, આકૃતિઓ દ્વારા જ્ઞાન આપો.
ચિત્ર દ્વારા મેળવાતા જ્ઞાનમાં માથા કે મગજને ઝાઝી કસરત કરવાની ન હોવાથી તે જ્ઞાન સૌ હોંશે હોંશે રસપૂર્વક લે છે. અલ્પ સમયમાં પ્રાપ્ત થાય છે અને છતાં તે દીર્ઘ બની જાય છે. આટલું ચિત્રો અંગે કહ્યું.
આ ચિત્રો પ્રથમ વ્યક્તિના સ્કેચ લઈને પછી તૈયાર કર્યા છે. આ સ્કેચનું પાત્ર હું જ હતો. આ ચિત્રોમાં ક્યાંક મતફેરી હશે. પણ ચિત્રો એકંદરે વધુ રીતે યોગ્ય થાય તે રીતે પ્રયત્ન સેવ્યો છે, તેમ છતાં સુધારા વધારા સૂચવવા વાચકોને નમ્ર વિનંતિ છે.
મુનિ યશોવિજય (વર્તમાનમાં આ. યશોદેવસૂરિ)