________________
( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ $ ૧૩
આ બીજી આવૃત્તિમાં પુસ્તકો માટે જાણવા મળ્યું કે અનેક યુવાનોએ આ પુસ્તકમાં આપેલા ભાવાર્થ-પ્રસ્તાવના વગેરેને વાંચી લીધા બાદ સંવર્ચ્યુરી પ્રતિક્રમણ કરેલું અને દૂરથી પૂરાં સૂત્ર સંભળાય નહિ એટલે પુસ્તક ખુલ્લા રાખીને બેઠેલા, પ્રતિક્રમણ ભણાવનાર બોલે તેની સાથે પુસ્તકમાં જોઈને તેઓ સૂત્રો બોલતાં હતાં એટલે પ્રતિક્રમણ બરાબર કર્યાની લાગણી તેઓએ અનુભવી, અને સહુ બોલતા હતા કે પ્રતિક્રમણ શું વસ્તુ છે? તેની કંઈક ઝાંખી આ વખતે અમને થઈ અને બહુ જ મજા આવી. બીજા લાભો એ સર્જાયા કે સહુ પુસ્તક જુએ એટલે વાતો કરવાનું બંધ થયું. આડું અવળું જોવાની તક ન રહી. ચિત્તમન સૂત્રમાં બંધાણું એટલે સભામાં ઠેઠ સુધી શાંતિ જળવાણી. આ દૃષ્ટિથી વિચારીએ ત્યારે આ પુસ્તકની ઉપયોગિતા સફળ પુરવાર થઈ છે, તેમ ચોક્કસ સમજાયું. આથી ક્રિયા, રુચિ, શ્રદ્ધા અને ભાવ વધતાં ઘણા લાભો પામી જાય.
ચિત્રો અંગે કંઈક! લોકો સૂત્ર શીખી જાય છે પણ એ સૂત્રો બોલતી વખતે તેની સાથે જ કરવી જોઈતી શરીર સાથે સંબંધ ધરાવતી મુદ્રાઓ (અંગોપાંગની રચનાઓ) અને આસનો (કેમ ઊભવું અને કેમ બેસવું તે) તેની સમજણના અભાવે કેટલાક કરતા જ નથી. કેટલાક સમજણ ધરાવનારા મુદ્રાસનો કરે છે, પણ પૂરતી સમજણના અભાવે અશુદ્ધ અને અપૂર્ણ મુદ્રાઓ-આસનો કરે છે. જો તેનાં ચિત્રો હોય તો તે જોઈને મુદ્રાસનોનું જ્ઞાન મેળવી તે બરાબર કરી શકે, તેથી દહેરાસર અને ઉપાશ્રયમાં થતી નિત્ય ક્રિયાઓને લગતાં મુદ્રાસનોનાં ચિત્રો વધુ વ્યવસ્થિત ચીતરાય એટલે પ્રથમ મારા ચિત્રકાર પાસે કરાવ્યાં. તેમાં સુધારાવધારા કરી પછી ફાઈનલ ચિત્રો તૈયાર થયાં અને અગાઉની આવૃત્તિમાં બે રંગમાં બ્લોકો બનાવી છાપ્યાં હતાં. છઠ્ઠી આવૃત્તિમાં ભાઈશ્રી જશવંત ગીરધરલાલ તરફથી આ ચિત્રોને ફરીથી ચીતરાવી ઓફસેટમાં સુંદર રીતે તૈયાર કરાવ્યાં.
મુહપત્તીનું સંપૂર્ણ પડિલેહણ સેંકડે ૯૫ ટકાને નહીં આવડતું હોય, તેઓ આ વિધિ શીખી શકે એ માટે મુહપતીનાં ચિત્રો પહેલવહેલાં જ પ્રગટ કરવામાં