________________
द्वितीयं पद्मम्
- ૩૮
ગુરુમહારાજના વિનય, ભક્તિ અને સમર્પણ વિનાનું જ્ઞાન પરિણમતુ નથી, તે શુષ્ક અને નિંદનીય બને છે, તે પોતાના ધારકને કદાગ્રહમાં અને ઉસૂત્રમાં પાડે છે. (૨૦)
ગુરુમહારાજની ભક્તિ કરીને મેળવેલુ જ્ઞાન
સ્વ-પરને ઉપકાર કરનારું બને છે. ગુરુમહારાજની ભક્તિ કર્યા વિના મેળવેલું જ્ઞાન સ્વ-પર ને અપકાર કરનારું બને છે. (૨૧)
તેઓ નિશાળમાં
પ્રતિક્રમણના સૂત્રો, ચાર પ્રકરણો
અને બે કર્મગ્રન્થો ભણ્યા હતા. (૨૨)
શ્રેષ્ઠ બુદ્ધિવાળા તેઓ
વિધાલયમાં સંસ્કૃતભાષા ભણ્યા. દીક્ષા પહેલા તેમણે
આટલુ ધાર્મિક જ્ઞાન મેળવ્યું હતું. (૨૩)