________________
१५२
પોતાના શરીર ઉપર પણ
અત્યંત નિઃસ્પૃહ એવા તેમણે પછી વ્યાખ્યાન આપીને
અઢી વાગ્યે એકાસણુ કર્યું. (૯)
પછી સાડા ત્રણ વાગ્યે
ફરીથી વ્યાખ્યાન આપીને તેમણે ભક્તિભાવથી
બધા જિનાલયોને વાંધા. (૧૦)
હંમેશા ગુરુસેવામાં રત એવા તેમણે
તે જ દિવસે સાંજે પૂજ્યશ્રીની સાથે
તે ગામમાંથી વિહાર કર્યો. (૧૧)
આ તો એક દૃષ્ટાંત છે.
વિનયથી શોભતા એવા તેમના જીવનમાં
આવા અનેક પ્રસંગો આવતા. (૧૨)