________________
सप्तमं पद्मम् -
_૨૦૪
અન્ય સાધુ ભગવંતોએ જુદા જુદા
યોગોહન કર્યા. બીજા સાધુ મહાત્માઓએ જુદા જુદા તપ કર્યા. કેટલાક મુનિવરો
સમુદાયની વૈયાવચ્ચમાં જોડાયા. (૫૩)
પદ્મવિજયજી મહારાજ વેદનાથી
પીડાયા હોવા છતા પોતાની સાધનામાં મગ્ન હતા, કેમકે તેમણે કર્મનો
નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો. (૫૪)
તેઓ રોગની પીડાઓ ભૂલી જઈને
ધ્યાન-જાપ-પાઠ વગેરે બધી ય પ્રવૃત્તિઓ
પહેલાની જેમ જ કરતા. (૫૫)
તેઓ બોલી નહોતા શકતા એટલે
લખીને પણ બાળમુનિઓને વાત્સલ્યથી ચારિત્રની સાધનામાં
પ્રેરણા કરતા. (૫)