________________
सप्तमं पद्मम्
२०८
બીજે સામાન્ય માણસ,
તેવી અવસ્થામાં ઘણા અપવાદો આચરે
પણ તેમણે તો ઘણા ઉત્સર્ગો સેવ્યા. (૧)
રોગથી પીડાયેલા તેમણે
પર્યુષણ પર્વમાં સાત દિવસ સુધી
નવકારશી પચ્ચખાણ જ કર્યું (૧૨)
પણ છેલ્લા દિવસે તેમણે
પૂજ્યશ્રીની આગળ ઉપવાસ કરવાનો
ઉત્કટ હાર્દિક ભાવ બતાવ્યો. (૬૩)
સાચા ઉપાયને જાણનારા પૂજ્યશ્રીએ
તેમને રજા આપી. તે દિવસે તેમણે સ્વસ્થ ચિત્તથી
બારસાસૂત્ર સાંભળ્યું. (૪)