________________
अष्टमं पद्मम्
२५४
આઠમુ પદ્મ
પિંડવાડાનગરમાં
વીરપ્રભુના પ્રાચીન દેરાસરનો
સુંદર જીર્ણોદ્ધાર થયો. (૧)
પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવી
એવુ સંઘે નક્કી કર્યું. તેથી તે વિનંતિ કરવા
સુરેન્દ્રનગર આવ્યો.(૨)
પૂજ્ય પ્રેમસૂરિ મહારાજ
સુશ્રાવક શ્રીભગવાનભાઈ અને સુશ્રાવિકા શ્રીમતી કંકુબેનના
પ્રેમચન્દ નામે દીકરા હતા. (૩)
પિંડવાડા નગર
તેમની જન્મભૂમિ હતી. તેથી તેના સંઘને
પૂજ્યશ્રી ઉપર બહુ બહુમાન હતું. (૪)