________________
सप्तमं पद्मम् .
२२४
સૌ પ્રથમ તેમણે
ક્ષમાપનાની શુભ આરાધના કરી. પૂજ્યશ્રીના ખોળામાં માથું મુકીને
દીનસ્વરે તેઓ બોલ્યા, ઉપકારી એવા આપે
સંસારના ખાડામાંથી કાઢીને સંયમની સુંદર હવેલીમાં - મને પ્રવેશ કરાવ્યો, મને જ્ઞાન આપ્યું,
મને ગણિ-પંન્યાસ પદવીઓ આપી, મારી ઘણી ચિંતા કરી,
હું શી રીતે ત્રણમુક્ત થઈશ ? અધમ આત્મા એવા મેં
અજ્ઞાનથી આપનો ઘણીવાર અવિનય કર્યો
. અને મન-વચન-કાયાથી અપરાધો કર્યા. પણ કરુણારસના સાગર સમા આપે
દીન એવા મારી ઉપર કૃપા કરીને મન મોટું કરીને
આ બધું માફ કરવું.' (૩-૯૦)