________________
सप्तमं पद्मम् -
१९४
સમતારસમાં ડુબેલા તેમણે
પ્રભુનું જ સ્મરણ કર્યું. તેથી ધીમે ધીમે સવારે
થોડી પીડા શાન્ત થઈ. (૩૩)
એક વાર તેમણે
માથાના દુખાવામાં રાહત થાય એ માટે નાકથી દવા લીધી.
પણ તેનાથી ઉલ્ટી પીડા વધી ગઈ. (૩૪)
ત્યારે બધા ડરી ગયા.
પણ મેરુપર્વતની જેમ નિશ્ચલ એવા તેમણે દુઃખ આપનારા
દુષ્ટ કર્મરૂપી દુશ્મનને કહ્યું- (૩૫)
મેં દેવ-ગુરુની કૃપાનું
કવચ પહેર્યું છે. તારે મરજી મુજબ પ્રહાર કરવા.
મારી સમતા ચલિત નહીં થાય. (૩૬)